Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ઇતિહાસના શાસક રાજારાજ ચોલીના ધર્મ અને ઓળખને લઇને ભારે ચર્ચા

ફિલ્‍મ ‘પોન્‍નીયન સેલ્‍વન' ફિલ્‍મ રિલીઝ થયા પછી વિવાદ સર્જાયો

નવી દિલ્‍હી, તા.૬: ઇતિહાસના પાનામાં દર્જ એક મહાન શાસકના ધર્મ અને ઓળખને લઇને ટિપ્‍પણી શરૂ થઇ ગઇ છે. વાત થઇ રહી છે ચોલ વંશના મહાન શાસક રાજારાજ ચોલની. નેશનલ એવોર્ડથી સમ્‍માનિત તમિલ ડિરેકટર વેટરીમારને કહ્યું છે કે રાજારાજ ચોલ હિન્‍દુ રાજા ન હતા. હિન્‍દી એન દક્ષિણ ફિલ્‍મના જાણીતા અભિનેતા કમલ હાસને પણ વેટરીમારનની વાતનું સમર્થન કર્યુ છે. સોશ્‍યિલ મીડિયા પર આ ચર્ચા એટલી ચાલી કે લોકો Raja raj Religion) ગૂગ્‍લ પર સર્ચ કરવા લાગ્‍યા છે.

રાજારાજ ચોલને લઇને આ વિવાદ શરૂ થયો ફિલ્‍મ ‘પોન્નિયન સેલ્‍વન' ના રિલીઝ થયા પછી ૩૦ સપ્‍ટેમ્‍બરે રિલીઝ થયેલી પોન્નિયિન સેલ્‍વન ફિલ્‍મમાં ચોલ સામ્રાજયની નૌસૈનિક શકિત અને તેમના સામ્રાજય વિસ્‍તારને બતાવવામાં આવ્‍યુ છે. ફિલ્‍મમાં ચોલ વંશના રાજા પોન્નિયન સેલ્‍વનના જીવનને બતાવવામાં આવ્‍યુ છે. આ ફિલ્‍મમાં રાજારાજ ચોલની ચર્ચા થાય છે. રાજારાજ ચોલ પ્રથમ આ સામ્રાજયના સૌથી પ્રતાપી રાજામાંથી એક હતા. ફિલ્‍મમાં અભિનેત્રી એશ્વર્યા રાય પણ છે.

ચોલ સામ્રાજયનો ઇતિહાસ ૧૦૦૦ વર્ષ કરતા પણ જૂનો છે. આ સામ્રાજય ભારતના દક્ષિણમાં કાવેરી નદીના કિનારે વિકસિત થયો છે. તિરૂચિરાપલ્લી આ સામ્રાજયનું પાટનગર હતુ. દક્ષિણ ભારતમાં ભવ્‍ય અને વિશાળ મંદિરોના નિર્માણ કરવાનું શ્રેય પ્રાપ્‍ત કરનારા ચોલ રાજાઓએ કમલ હાસન અને વેટરીમારન અંતે હિન્‍દુ કેમ નથી માનતા ? તેમનો તર્ક જાણ્‍યા પહેલા ચોલ રાજવંશની સ્‍થાપના કયારે થઇ, કયા થઇ અને કોણે કરી તેના વિશે વિસ્‍તૃત જાણીયે.

NCERT  ના પુસ્‍તકમાં દર્જ ઇતિહાસ અનુસાર કાવેરી ડેલ્‍ટામાં મુટ્ટિરયાર નામના જાણીતા એક નાના પરિવારની સતા હતી. આ પરિવાર કાંચીપુરમના પલ્લવ રાજાઓને આધીન હતુ. આ દરમિયાન ૮૪૯ ઇસવીસનમાં ચોલવંશના સરદાર વિજયાલયે આ મુટ્ટિરયારોને હરાવીને આ ડેલ્‍ટા પર કબજો જમાવ્‍યો  અને ચોલવંકની સ્‍થાપના કરી હતી. વિજયાલયે તંજાવૂર શહેરને વસાવ્‍યું અને નિશુમ્‍ભસૂદિનની દેવીનું મંદિર બનાવ્‍યું.

વિજયાલયના ઉતરાધિકારી યોગ્‍ય નીકળ્‍યા તેમણે પાડોશી વિસ્‍તારને જીત્‍યો અને રાજયની સીમાનો વિસ્‍તારો કર્યો. દક્ષિણ અને ઉતરના પાંડયન અને પલ્લવ આ રાજયનો ભાગ બની ગયા ૯૮પ ઇસવીસનમાં રાજારાજ ચોલ પ્રથમ આ સામ્રાજયના શાસક બન્‍યા અને ચોલ રાજવંશની પ્રતિષ્‍ઠામાં કેટલોક ગણો વધારો કરી દીધો.

રાજારાજના મંદિર સ્‍થાપત્‍ય કલાનો ચમત્‍કાર રાજારાજ અને તેમના પુત્ર રાજેન્‍દ્ર પ્રથમે તંજાવૂર અને ગંગઇકોંડ ચોલપુરમમાં જે વિશાળ મંદિર બનાવડાવ્‍યા છે તેના સ્‍થાપત્‍ય અને મૂર્તિ કલાની દ્રષ્‍ટીથી ચમત્‍કાર કહેવામાં આવે છે. રાજારાજને તમિલ સંસ્‍કૃતિમાં ઘણા મહાન માનવામાં આવે છે. ૯૮પ-૧૦૧૪ સુધી ચાલેલા રાજારાજ ચોલના સામ્રાજયનો વિસ્‍તાર દક્ષિણમાં આધુનિક શ્રીલંકાથી લઇને ઉતરમાં ઓરિસ્‍સાથી લઇ માલદીવ સુધી હતો.

ચોલ રાજયનાં સંરક્ષણમાં બનેલી પિત્તળની પ્રતિમા દુનિયાની શાનદાર કલાકૃતિઓમાં ગણાય છે, જેમાં મોટાભાગના દેવી-દેવતાઓ અને આરાધ્‍યોની હતી. આ કાળમાં મંદિર માત્ર આસ્‍થા અને ભકિતનું જ નહીં પણ આર્થિક, સામાજિક અને સાંસ્‍કૃતિક જીવનનું કેન્‍દ્ર હતાં. આ રાજવંશે આધુનિક તમિલનાડુની જીવન રેખા જ બદલી નાખી હતી. બૃહદેશ્વર મંદિર, રાજરાજેશ્વર મંદિર પણ ચોલ રાજાઓએ બનાવડાવ્‍યા હતાં. આ મંદિરોએ દ્રવીડ વાસ્‍તુકલાને ઉંચાઇઓ પર પહોંચાડી હતી. ચોલ વંશના રાજાઓએ દક્ષિણ ભારત પર લગભગ પ૦૦ વર્ષ સુધી શાસન કર્યુ.

કમલ હાસન રાજારાજને હિન્‍દૂ કેમ નથી માનતા?

મંદિર, મૂર્તિઓના અતુલ્‍ય નિર્માણ છતા કમલ હાસન રાજા રાજનીતિ હિન્‍દુ ધર્મના કેમ નથી ગણાતા, જેનો તર્ક આપતા તેમણે કહ્યું, રાજારાજ ચોલના કાળમાં હિન્‍દુ ધર્મ નામની કોઇ વસ્‍તુ હતી જ નહી, તે સમયે વૈષ્‍ણવ, શૈવ હતા અને આ અંગ્રેજ હતા જેમણે હિન્‍દુ શબ્‍દ ગઢયો કારણ કે તે નહતા જાણતા કે તેમા સામૂહિક રીતે કેવી રીતે વ્‍યકત કરવામાં આવે આ તે રીતે છે જેને તેમણે થુથઉકુડીના તૂતીકોરિનમાં બદલી નાખ્‍યુ કમલ હાસનેકહ્યું કે આઠમી સદીમાં કેટલાક ધર્મ અને આસ્‍થાઓ લોકો વચ્‍ચે જન્‍મી રહી હતી.

કમલ હાસને તાજેતમાં કલાકારો અને ક્રુ સાથે ફિલ્‍મ પેન્‍નિયિન સેલ્‍વન જોઇ હતી, તેમણે કહ્યું કે આ ઇતિહાસ પર આધારિત એક કથાની ઉજવણી કરવાની ક્ષણ છે, તેમણે કહ્યું કે ઇતિહાસને વધારી ચઢાવીને રજુ ના કરો અને ના તો તેમા ભાષાના મુદ્દાને સામેલ કરો.

ડિરેકટર વેટરીમારને પણ કહ્યું હતું કે સતત અમારૂ પ્રતિક અમારી પાસેથી છીનવવામાં આવી રહ્યા છે તિરૂવલ્લુવરનું ભગવાકરણ કરવુ અથવા રાજારાજ ચોલને હિન્‍દુ રાજા કહેવું તેનું જ ઉદાહરણ છે, તેમણે કહ્યું કે થિયેટર આમ આદમી માટે છે, માટે પાછળની રાજનીતીને સમજવી જરૂરી છે.

(4:54 pm IST)