Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

Googleએ ૧.૫ લાખ કર્મીને ઘરેથી કામ કરવા કહ્યું

Googleએ ત્રીજી લહેરની ચિંતા વ્યક્ત કરી : Googleએ એના કર્મચારીઓને ૧૦ જાન્યુઆરી સુધી ઓફિસ શરું કરવાનું કહ્યું હતું : કંપનીએ નિર્ણય બદલ્યો

નવી દિલ્હી, તા.૫ : વૈશ્વિક કોરોના મહામારીને લીધે દુનિયાભરના લોકોના જીવનમાં ફેરફાર આવ્યા છે. અહીં સુધી કે લોકો આ મહામારી સાથે જીવવાનું પણ શીખી ગયા હતા અને પોતાને સુરક્ષિત રાખવા ચોક્કસપણ નિયમોનું પાલન કરી રહ્યા હતા. પરંતુ સામે આવેલા ઓમિક્રોન વેરિયન્ટે ફરીથી લોકોને પ્રભાવિત કરવાનું શરું કરી દીધું છે. હાલમાં ભારત સહિત લગભગ ૩૯ દેશોમાં ઓમિક્રોને પગ પેસારો કરી દીધો છે. દુનિયાભરની સ્વાસ્થ સંસ્થાઓ અને સરકારો આ વેરિયન્ટને ઘાતક ગણાવી રહ્યા છે. એવામાં ગૂગલે એના દોઢ લાખ કર્મચારીઓને અનિશ્ચિત સમય માટે ઘરેથી કામ કરવાનું કહી દીધું છે.

નવા વેરિયન્ટના વધતાં પ્રકોપ પહેલા નબળી પડેલી મહામારીને લીધે આઇટી સહિત મોટાભાગને ક્ષેત્રે કંપનીઓ ઓફિસ ખોલી રહી હતી અને કર્મચારીઓને ઓફિસ બોલાવી રહી હતી, એવામાં Google એ કરેલી જાહેરાતથી સૌ કોઇ અંચબામાં પડી ગયા છે. માનવામાં આવે છે કે Googleએ લીધેલા વર્ક ફ્રોમ હોમના નિર્ણય પાછળ કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન જવાબદાર છે.

આ પહેલા Googleએ એના કર્મચારીઓને ૧૦ જાન્યુઆરી સુધી ઓફિસ શરું કરવાનું કહ્યું હતું, પરંતુ હવે કંપનીએ નિર્ણય બદલ્યો છે. Googleએ જાહેરાત કરી દીધી છે કે, બધા ૧.૫ લાખ કર્મચારીઓ માટે અચોક્કસ સમય માટે વર્ક ફ્રોમ હોમ કરી દેવામાં આવ્યું છે. Googleની મૂળ કંપની Alphabetએ એના કર્મચારીઓને આ નવા નિર્ણય વિશે જણાવ્યું છે. જેમાં કંપનીએ કહ્યું કે, નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતાં ખરતા વચ્ચે કર્મચારીઓને ઓફિસ બોલાવવાના નિર્ણયને રદ કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લીધે આખી દુનિયાને એલર્ટ રહેવાનું કહીને ફરીથી લોકોને ઘરે રહેવા માટે મજબૂર કરી દીધા છે. કારણ કે આ પ્રકારનો વાયરસ મોટા પ્રમાણમાં લોકોને પ્રભાવિત કરી શકે એવી આશંકા છે. આ ચેતવણી ત્રીજી લહેરની શરુંઆત હોઇ શકે છે.

કોરોના મહામારીને નબળી પડતાં જોઇ ગૂગલના લગભગ ૪૦ ટકા કર્મચારીઓ પોતાની ઓફિસ આવવાનું શરુ કરી ચૂક્યા હતા અને ફરીથી તેઓ ઘરેથી કામ કરવા માટે મજબૂર થયા છે. ભારતમાં ટીસીએસ અને ઇન્ફોસિસ સહિતની આઇટી કંપનીઓ કર્મચારીઓને ઓફિસ શરુ કરવાનું કહી ચૂકી છે. હવે જોવાનું એ છે કે ય્ર્ર્ખ્તઙ્મીના નિર્ણય બાદ આ કંપનીઓ શુ પ્રતિક્રિયા આપશે.

(12:00 am IST)