Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

યુપીના મેરઠમાં સગાઈ પ્રસંગે થૂંક ચોપડીને તાંદુરી રોટલી બનાવતો હતો શખ્શ : વિડિઓ વાયરલ:આરોપીની ધરપકડ

મેરઠના કાંકરખેડાના નાગલાતાશી ખાતે આયોજિત સગાઈ સમારોહની ઘટના : એક વ્યક્તિએ મોબાઈલના કેમેરાની તેની આ જુગુપ્સા પ્રેરક હરકતને કેદ કરી લીધી

ઉત્તર પ્રદેશના મેરઠનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ તંદૂરી રોટલી બનાવતો જોઇ શકાય છે. આરોપ એ છે કે સગાઈ પ્રસંગે શખ્સ રોટલી પર થૂંક ચોપડીને તંદૂરમાં મૂકી રહ્યો છે.

મેરઠના કાંકરખેડાના નાગલાતાશી ખાતે આયોજિત સગાઈ સમારોહની આ ઘટના છે. સગાઈ પ્રસંગના જમણવાર માટે શખ્સ રોટલી બનાવી રહ્યો હતો. તે તંદુરી પર થૂંક ચોપડીને શેકી રહ્યો હતો તેને એમ કે મારા કૃત્યનું કોઈ સાક્ષી નથી પરંતુ એક વ્યક્તિએ મોબાઈલના કેમેરાની તેની આ જુગુપ્સા પ્રેરક હરકતને કેદ કરી લીધી હતી અને વાયરલ કરી દીધી હતી.

વીડિયો વાયરલ થયા બાદ આરોપી નૌશાદની પોલીસે ધરપકડ કરી છે.  ધરપકડ બાદ આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની સામેના તમામ આરોપો ખોટા છે અને તેણે રોટલી પર થૂંક લગાવ્યું નથી. પોલીસને સગાઈ સમારોહનો તે વીડિયો પણ મળી આવ્યો છે. હવે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે બીજી વાર રોટલી પર થૂંક ચોપડવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો જોયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને લોકોની માગ છે કે આવા કૃત્યોને કડક રીતે ડામી દેવાની જરુર છે અને જવાબદાર લોકોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

(10:42 pm IST)