Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

અમેરિકાના પ્રતિબંધોને નજર અંદાજ કરીને ભારત રશીયાને આપશે મોટો શસ્‍ત્ર ખરીદીનો ઓર્ડર આપ્‍યો

'રશિયા પાસેથી S-400 સિસ્ટમની ડિલીવરી માટે 5 ઓક્ટોબર 2018 ના રોજ એક કરાર કરવામાં આવ્યો હતો: S-400 મિસાઇલ સિસ્ટમના ભારતીય વાયુસેનામાં સામેલ થતાં એર ડિફેન્સ સિસ્ટમ માં ઉલ્લેખનીય વધારો થશે

 

નવી દિલ્હી: રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (22મા ભારત-રશિયા વાર્ષિક સંમેલન માટે 6 ડ્સિએમ્બરના રોજ ભારત આવી રહ્યા છે. ભારત-રશિયા વચ્ચે S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદીને લઇને એક કરારને ધ્યાનમાં રાખતાં વ્લાદિમીર પુતિન આ પ્રવાસને એકદમ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે થયેલા રક્ષા સોદાને લઇને અમેરિકી પ્રતિબંધો ના ખતરા વચ્ચે ભારતે અમેરિકાને બે મોઢાની વાત કરી કે 'કોઇના દબાણ'માં આવશે નહી.

રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ એ લોકસભા માં એક લેખિત જવાબમાં આ કહ્યું. રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે. 'રશિયા પાસેથી S-400 સિસ્ટમની ડિલીવરી માટે 5 ઓક્ટોબર 2018 ના રોજ એક કરાર કરવામાં આવ્યો હતો. સરકારે રક્ષા ઉપક્રમોની ખરીદીને પ્રભાવિત કરવા માટે તમામ ઘટનાક્રમો વિશે જાણકારી આપી છે.

રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું 'સરકાર સશસ્ત્ર બળોના તમામ સુરક્ષા પડકારોનો સામનો કરવાની તૈયારી માટે સંભવિત ખતરા, ઓપરેશનલ અને ટેક્નિકલ પાસાઓના આધારે સંપ્રભુતાથી નિર્ણય લે છે. ડિલીવરી કરારની સમય સીમા હિસાબથી થઇ રહી છે. 

રક્ષા મંત્રીએ એ પણ કહ્યું કે S-400 મિસાઇલ સિસ્ટમના ભારતીય વાયુસેનામાં સામેલ થતાં એર ડિફેન્સ સિસ્ટમ માં ઉલ્લેખનીય વધારો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત આવતાં પહેલાં ભારત અને રશિયાના રક્ષા, સ્પેસ, વેપાર, ઉર્જા અને ટેક્નોલોજીના કરારને અંતિમ રૂપ આપવા જઇ રહ્યા છે. 6 ડિસેમ્બરના રોજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત પહોંચશે અને વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે.

(12:00 am IST)