Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મોદી સરકારે ૧૦ દિવસમાં પાક સામે લીધો બદલો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

આતંકી હુમલા પર ચુપ રહેતી હતી કોંગ્રેસ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ : રાજસ્થાનમાં ૨૦૨૩માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત હાસિલ કરી ભાજપ સત્તામાં વાપસી કરશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

જયપુર, તા.૫ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાજસ્થાનમાં ૨૦૨૩માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં બે તૃતિયાંશથી જીત હાસિલ કરી ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરશે.  શાહ ભાજપના જન પ્રતિનિધિના સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ- હું તમને આહ્વાન કરુ છું કે રાજસ્થાનની આ ભ્રષ્ટાચારી અશોક ગેહલોત સરકારને ઉખાડી ફેંકો અને અહીં ભાજપની સરકાર બનાવો. શાહે કહ્યુ- ૨૦૨૩માં પ્રચંડ બહુમત સાથે કમળ ખિલાવાનું છે. અહીં બહુમતી સાથે ભાજપની સરકાર બનશે. 

             શાહે પોતાના સંબોધન દરમિયાન રાજસ્થાનના વીર સપૂતોને યાદ કરતા કહ્યુ કે, દેશમાં જ્યારે મુગલ શાસન આગની જેમ ફેલાઈ રહ્યું હતું ત્યારે તેને પડકાર આપવાનું કામ વીર મહારાણા પ્રતાપે કર્યુ હતું. આ ધરતીના સપૂત રાઠોરે વર્ષો સુધી એક ઘોડા પર બેસી મેવાડને બચાવ્યુ હતું.  શાહે કહ્યુ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા ૭ વર્ષમાં પોતાના કાર્યકાળમાં જનતાની ભલાય માટે ઘણું કર્યુ છે. પરંતુ ૧૦ વર્ષ સુધી મનમોહન અને સોનિયાની સરકાર ચાલતી હતી તો હુમલા થયા પણ મૌની બાબા શાંત રહેતા હતા. પરંતુ જ્યારે મોદી સરકાર દરમિયાન હુમલો થયો તો ૧૦ દિવસમાં બદલો લેવાનું કામ પાકિસ્તાનની અંદર જઈને કર્યુ.

(9:38 am IST)