Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

આર્થિક સ્થિતિ હજુ પણ ૨૦૧૯ના સ્તરની નીચે : અભિજિત બેનરજી

હાલ ભારતમાં લોકો અસહ્ય દુઃખ ભરી સ્થિતીમાં વિદ્યાર્થીઓએ સમાજને પાછું આપવા વિચારવું પડશે

મુંબઇ,તા. ૬ : અમદાવાદ યુનિવર્સિટીના ઓનલાઈન કોન્વોકેશનમાં નોબેલ વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ ભારતીય અર્થતંત્રને લઈને ગંભીર ચિંતા વ્યકત કરતા જણાવ્યું કે ભારતની ઈકોનોમિ હજુ ૨૦૧૯ના સ્તરની નીચે છે.હાલ ભારતમાં લોકો અસહ્ય દુખમાં જીવી રહ્યા છે.ત્યારે હવે સમય છે સમાજને કંઈક પાછુ આપવાનો છે અને વિદ્યાર્થીઓએ તેમને મળેલા લાભોને સમજીને સમાજને પાછુ આપવા માટે વિચારવુ પડશે.

અમદાવાદ યુનિવર્સિટીનો ૧૧મો વાર્ષિક પદવીદાન સમારોહ શનિવારે રાત્રે યોજાયો હતો.જે  કોરોનાને લઈને વર્ચ્યુઅલી યોજવામા આવ્યો હતો.આ ઓનલાઈન કોન્વોકેશનમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ સંબોધન કરતા વિદ્યાર્થીઓને જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓને તેમને મળેલા લાભો જાણવાની જરૂર છે અને જે જાણીને કઈ રીતે સમાજનુ પાછુ આપી શકાય તે વિચારવુ પડશે.હાલ ભારતમાં લોકો અસહ્ય દુખમાં જીવી રહ્યા છે ત્યારે સમાજને જુદી જુદી રીતે કંઈક પાછુ આપવુ પડશે.હાલ એવી ક્ષણ છે કે જયારે સમાજ તમારી પાસેથી ક્ષમતાઓ, ટેલેન્ટ,કમિન્ટમેન્ટની આશા રાખે છે ત્યારે વિદ્યાર્થીઓએ પદવી મેળવ્યા બાદ સમાજમાં જતા જુદી જુદી રીતે લોકો માટે કરવુ પડશે.દ્યણા યુવાનો બિઝનેસ શરૂ કરશે, દ્યણા સમાજ માટે લડીને સામાજિક પ્રવૃત્ત્િ।ઓમાં જોડાશે,ઘણા યુવાનો આંત્રપ્રિન્યોર બની લોકોને રોજગારી પુરી પાડશે.આપણે કંઈક સારુ મેળવીને જો સારી સ્થિતિમાં છીએ તો આપણે પણ બીજા માટે કંઈક કરી શકીએ.

અભિજિત બેનરજીએ અર્થતંત્ર વિશે વાત કરતા જણાવ્યું કે ભારતમાં ઈકોનોમી હજુ ૨૦૧૯ના સ્તરથી પણ નીચે છે.આપણે એ નથી જાણતા કેટલી નીચે છે પરંતુ નોંધપાત્ર રીતે નીચે છે તેમ કહી શકાય.  હું આ માટે કોઈના પર આક્ષેપ કરતો નથી પરંતુ હુ માત્ર એ જણાવુ છુ કે હાલ દેશમાં લોકો દુખ ભરી સ્થિતિમાં છે અને લોકો-સમાજને જરૂર છે. તેઓએ જણાવ્યું કે મેં થોડો સમય પશ્ચિમ બંગાળના ગ્રામ્ય વિસ્તારમાં  પસાર કર્યો છે અને જયાં ગામડાના લોકોની ઈચ્છાઓ ખૂબ જ નાની હોય છે અને જે ખરા અર્થમાં સાચી હોય છે પરંતુ નાની નાની આકાંક્ષાઓ વધુ નાની થતી જાય છે.અભિજિત બેનરજીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે તમારુ કરિયર સમાજ કે પરિવારના દબાણથી નહી પરંતુ તમે જિંદગીમાં ખરેખર જે કરવા માંગો છોે તેના આધારે નક્કી કરો.તેઓએ આ પ્રસંગે ગાંધીજી અને તેમના સંઘર્ષને પણ યાદ કર્યા હતા તેમજ પોતે વિદ્યાર્થી કાળમાં  તિહાર જેલમાં ૧૦ દિવસ પસાર કર્યા હતા તે સમયને યાદ કરીને તેના વિશે પણ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. અમદાવાદ યુનિ.ના ૧૧ એન્યુઅલ કોન્વોકેશનમાં યુજીથી માંડી પીએચડી સુધીના વિવિધ કોર્સના  ૮૩૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામા આવી હતી.

(10:06 am IST)