Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભારત એશિયાના સૌથી શક્‍તિશાળી દેશોની યાદીમાં ચોથા ક્રમેઃ ચીનનો પાવર ઘટયો


લોવી ઇન્‍સ્‍ટિટયૂટના લિસ્‍ટમાં જાહેર સંરક્ષણમાં સાતમા નંબરે
નવી દિલ્‍હી, તા.૬: ભારતને Lowy Institute ના એશિયા પાવર ઇન્‍ડેક્‍સમાં એશિયાનું ચોથું સૌથી શક્‍તિશાળી રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્‍યું હતું વાર્ષિક એશિયા POWER INDEX લોવી ઇન્‍સ્‍ટિટ્‍યૂટ દ્વારા ૨૦૧૮માં શરૂ કરવામાં આવ્‍યો હતો. એશિયામાં દેશોની સંબંધિત શક્‍તિને ક્રમ આપવા માટે સંસાધનો અને પ્રભાવના આધારે રેન્‍કિંગ માપવામાં આવે છે. આ પ્રોજેક્‍ટ પાવરના હાલના વિતરણનો નકશો બનાવે છે જે તે આજે છે, અને સમય જતાં સત્ત્શમાં થતા ફેરફારોને આધારે પણ માપવામાં આવે છે.
ભારત એશિયામાં મીડિયમ પાવરફૂલ દેશતરીકે સ્‍થાન ધરાવે છે. એશિયાના ચોથા સૌથી શક્‍તિશાળી દેશ તરીકે, ભારત ફરીથી ૨૦૨૧ માં મેજર પાવર થ્રેશોલ્‍ડથી થોડું ઓછું પડે છે.
તેનો સ્‍કોર ૨૦૨૦ ની સરખામણીમાં બે પોઈન્‍ટનો દ્યટાડો થયો છે. ભારત ૨૦૨૧ માં તેના એવરેજ સ્‍કોરમાં નીચે તરફ ટ્રેન્‍ડ ધરાવતા અઢાર દેશોમાંનો એક દેશ છે. એવું આ અહેવાલમાં જણાવવામાં આવ્‍યું હતું.
દેશ તેના ભવિષ્‍યના સંસાધનોના આધારે માપદંડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, જયાં તે ફક્‍ત યુએસ અને ચીનથી જ પાછળ છે.
જો કે, કોરોનાવાયરસ મહામારીની અસરને કારણે એશિયાની ત્રીજી-સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા માટે ગુમાવેલી વૃદ્ધિની સંભાવના ૨૦૩૦ માટે ઓછી આર્થિક સમૃદ્ધિ તરફ દોરી ગઈ છે, લોવી ઇન્‍સ્‍ટિટ્‍યૂટે આવું જણાવ્‍યું હતું.
આર્થિક ક્ષમતા, લશ્‍કરી ક્ષમતા, સ્‍થિતિસ્‍થાપકતા અને સાંસ્‍કૃતિક પ્રભાવઃ ભારત અન્‍ય ચાર માપદંડોમાં ભારત ચોથા સ્‍થાને છે.
એક તો સંરક્ષણ નેટવર્કમાં ભારત ૭માં સ્‍થાન છે, જે તેની પ્રાદેશિક ડિફેન્‍સ ડિપ્‍લોમસીમાં  પ્રગતિ દર્શાવે છે. ખાસ કરીને ક્‍વાડ સિક્‍યોરીટી ડાયલોગ જેમાં ઓસ્‍ટ્રેલિયા, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે. બીજી તરફ, ભારત આર્થિક સંબંધો માટે ૮માં સ્‍થાને સરકી ગયું છે, કારણ કે તે પ્રાદેશિક ટ્રેડ ઇન્‍ટીગ્રેશનના પ્રયાસોમાં વધુ પાછળ છે, લોવી ઇન્‍સ્‍ટિટ્‍યૂટે જણાવ્‍યું હતું.

 

(11:40 am IST)