Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાશે

ફેશીયલ રેકોગ્નીશન ટેકનોલોજીવાળા ૩૦૦ હાઈરીઝોલ્યુશન કેમેરા લગાવાશે

જમ્મુ : સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ટૂંક સમયમાં જ આ કેન્દ્રશાસિત પ્રદેશની ઉનાળુ રાજધાનીમાં ફેશીયલ રીકોગ્નીશન ટેકનોલોજી ધરાવતા ૩૦૦ હાઈ રીઝોલ્યુશન કેમેરાઓ લગાવવામાં આવશે. સરકારી સૂત્રોએ કહ્યું કે શહેરમાં હાલની આતંકવાદની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે આવી હિલચાલ પર નજર રાખવા આવા ૩૦૦ કેમરાઓ આખા શહેરમાં મૂકવામાં આવશે.

એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે હાલ તો શહેરમાં જ એફટીઆર ટેકનોલોજીવાળા કેમેરા લગાવવાની દરખાસ્ત છે. પણ ત્યાર પછી અન્ય જીલ્લાઓના મુખ્ય મથકોમાં પણ તે લગાવી શકાય છે. તેમણે કહ્યુ કે ફેશીયલ રેકોગ્નીશન સીસ્ટમ દેશમાં રહેલ ચહેરાઓને સરખાવવામાં મદદરૂપ બને છે.

(2:58 pm IST)