Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

બૈજીંગ વિન્ટર ઓલમ્પીકનો અમેરિકા કરી શકે છે રાજકીય બહિષ્કાર

જો કે ખેલાડીઓ લઇ શકશે ભાગ

૪ ફેબ્રુઆરીથી શરૂ થનાર બૈજીંગ વીન્ટર ઓલમ્પીકમાં એક પણ અમેરિકા સરકારી અધિકારીને ના મોકલવાનો નિર્ણય આ સપ્તાહમાં લઇ શકાય છે તેવંુ એક મીડીયા સાઇટના રિપોર્ટમાં કહેવાયું છે.

સામાન્ય રીતે વ્હાઇટ હાઉસ તરફથી ઓલમ્પીકના ઉદ્ઘાટન અને સમાપન સમારોહમાં એક પ્રતિનિધી મંડળ મોકલવામાં આવતુ હોય છે પણ આ વખતે તે શકય બને તેવુ નથી લાગતુ અમેરિકામાં ટોચના સાંસદો દ્વારા પણ વીન્ટર ઓલમ્પીકનો રાજકીય બહિષ્કાર કરવાનું આહવાન કરવામાં આવ્યુ છે.

અમેરિકાના આ પગલાને અમેરિકન એથ્લેટોને હરિફાઇ કરતા રોકયા વગર વિશ્વ મંચ પર ચીનને એક કડક સંદેશ આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. જો કે પૂર્ણ બહિષ્કાર કરવામાં નહી આવે અને અમેરિકન એથ્લેટોને ભાગ લેવાની પરવાનગી આપવામાં આવશે.

(2:59 pm IST)