Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

અયોધ્યા-મથુરામાં બહારથી આવતા લોકો પર રખાશે બાજનજર

શોર્ય દિવસ ઉજવશે હિંદૂ સંગઠન યૂપી પોલીસ એલર્ટ

લખનઉઃ અયોધ્યાના વિવાદિત ઢાંચા વિદ્વંસને સોમવારે ૨૯ વર્ષ થઈ ચૂક્યા છે. આ દિવસે દર વર્ષે હિંદૂ સંગઠન શૌર્ય દિવસના રૂપમાં ઉજવવામાં  આવશે. શૌર્ય દિવસના પ્રસંગે હિંદૂ સંગઠનોએ શાહી મસ્જિદ પર જઈને જળ અભિષેક કરવાની જાહેરાત કરી છે. સંગઠનની જાહેરાત બાદ મથુરા શ્રી કૃષ્ણ જન્મસ્થળની સુપક્ષા વધારવામાં આવી છે.

શૌર્ય દિવસના પ્રસંગ પર હિંદૂ સંગઠનના આયોજનો અને ભીડને જોતા યૂપી પોલીસે અયોધ્યા અને મથુરામાં એલર્ટ જાહેર કરી દીધું છે. રામ જન્મભૂમિ અયોધ્યા અને કૃષ્ણ જન્મ ભૂમિ મથુરામાં પોલિસે સુરક્ષાના પાક્કા બંદોબસ્ત કર્યા છે. અયોધ્યા અને મથુરામાં સુરક્ષા માટે ડ્રોન કેમેરા લગાવવામાં આવ્યા છે. જન્મ સ્થળના ૩૦૦ મીટરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અહીં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે મોટા પ્રમાણમાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, શૌર્ય દિવસના પ્રસંગ પર અનેક હિંદૂ સંગઠનોએ પરંપરાગત આયોજનોને છોડીને અન્ય આયોજનો માટે અનુમતિ માંગી હતી. જેને પરવાનગી આપવામાં આવી નથી. તેમ છતાં પણ સુરક્ષાના દ્રષ્ટિગત ઉત્તર પ્રદેશમાં મોટા પાયા પર ફોર્સ તૈનાત કરવામાં આવી છે. અયોધ્યા અને મથુરામાં વધુ સતર્કતા વધારવામાં આવી છે. અયોધ્યામાં ૧૬ ડિસેમ્બર ૧૯૯૨માં વિવાદિત ઢાંચા તે બાદ સુ-ીમ કોર્ટમા લાંબી સુનવણી બાદ ૨૦૧૯માં ફાઈનલ ઓર્ડર આપી દીધો છે.  તે બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ૬ ડિસેમ્બરના હિંદૂ સંગઠન શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાં જ મુસ્લિમ સમાજના લોકો ૬ ડિસેમ્બરના યૌમ એ ગમના રૂપમાં ઉજવે છે.

(3:35 pm IST)