Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રેલ્વેએ શરૂ કરી બોર્ડિંગ સ્ટેશન પસંદગીની સુવિધા

હવેથી અન્ય સ્ટેશન પરથી ટ્રેન પકડવા પર નહીં થાય દંડ : ઓફલાઈન કે કોઈ એજન્ટ દ્વારા ટિકિટ લેવામાં આવી હશે તો આ સુવિધાનો લાભ નહીં મળે

નવી દિલ્હી, તા.૬: અત્યાર સુધી જો તમે ર્બોડિંગ સ્ટેશનને બદલે અન્ય સ્ટેશન પરથી ટ્રેન પકડો તો દંડ ભરવો પડતો હતો પરંતુ હવેથી એમ નહીં બને. IRCTCએ રેલવેના મુસાફરોને એક ભારે મોટી રાહત પ્રદાન કરી છે. હવેથી મુસાફરો ટ્રેન પકડતાં પહેલા ટિકિટમાં ર્બોડિંગ સ્ટેશન બદલાવી શકશે.

ઓનલાઈન ટિકિટ બુક કરનારા મુસાફરો IRCTCની આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે. પરંતુ જો ઓફલાઈન કે કોઈ એજન્ટ દ્વારા ટિકિટ લેવામાં આવી હશે તો તમને ત્ય્ઘ્વ્ઘ્ની આ સુવિધાનો લાભ નહીં મળે. ઓનલાઈન ટિકિટ બુક કરનારા મુસાફરો જાતે જ આ પ્રકારના ફેરફારનો લાભ લઈ શકશે.

અત્યાર સુધી એવો નિયમ હતો કે, જો તમે નિર્ધારિત ર્બોડિંગ સ્ટેશનના બદલે અન્ય કોઈ સ્ટેશનથી ટ્રેન પકડો તો દંડ ભરવો પડતો હતો. આ સાથે જ મુસાફર પાસેથી બોર્ડિંગ સ્ટેશનથી લઈ ટ્રેન પકડે તે સ્ટેશન સુધીનું ભાડું પણ વસૂલવામાં આવતું હતું. હવેથી ફકત એવા મુસાફરોએ જ આ દંડ ભરવો પડશે જેઓ બોર્ડિંગ સ્ટેશન બદલ્યા વગર અન્ય સ્ટેશન પરથી ટ્રેન પકડશે.

IRCTC દ્વારા આપવામાં આવેલી આ સુવિધાનો લાભ લેતા પહેલા અન્ય કેટલીક વાતો જાણી લેવી પણ જરૂરી છે. જો તમે એક વખત બોર્ડીંગ સ્ટેશન બદલી દીધું તો તમને ફરી બદલવાનો વિકલ્પ નહીં મળે. બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે તમારે આ કામ ટ્રેન ખુલવાના સમયથી ૨૪ કલાક પહેલા કરવું પડશે. (૯.ર૬)

ર્બોડિંગ સ્ટેશન બદલવા ફોલો કરો આ સ્ટેપ્સ

૧. સૌથી પહેલા IRCTCની વેબસાઈટ irctc.co.in પર લોગઈન કરો.

૨. તમારા IRCTC એકાઉન્ટમાં બુકિંગ ટિકિટ હિસ્ટ્રી ખોલો.

૩. અહીં તમને તમે ટિકિટ બુક કરાવી હોય તે બધી ટ્રેનની યાદી મળી જશે. તેમાં જે ટિકિટનું સ્ટેશન બદલવાનું હોય તે પસંદ કરો.

૪. ટ્રેન સિલેકટ કર્યા બાદ ચેન્જ ર્બોડિંગ પોઈન્ટનો વિકલ્પ મળશે તેને સિલેકટ કરો.

૫. હવે એક નવું પેજ ખુલશે જેમાં ડ્રોપ ડાઉનમાં બાકીના સ્ટેશન જોવા મળી જશે. આ યાદીમાં જ્યાંથી તમે ટ્રેન પકડવા ઈચ્છતા હોવ તે સ્ટેશન પસંદ કરી લો.

(3:52 pm IST)