Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જોર્ડનઃ ઓક્સિજનના અભાવે 10 લોકોના મોતના કેસમાં હોસ્પિટલના મુખ્ય અધિકારી સહિત કુલ પાંચ કર્મચારીઓને ત્રણ વર્ષની જેલની સજા ફટકારતી કોર્ટ

આ ઘટના સ્વાસ્થ્ય મંત્રી નાથીર ઓબેદતે પણ રાજીનામું આપવું પડ્યું હતું

નવી દિલ્હીઃ જોર્ડનની એક કોર્ટે કોવિડ-19 મહામારી દરમિયાન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 10 લોકોના મોતના કેસમાં ચુકાદો આપ્યો છે.

કોર્ટે આ કેસમાં હોસ્પિટલના મુખ્ય અધિકારી સહિત કુલ પાંચ કર્મચારીઓને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. હોસ્પિટલમાં દસ દર્દીઓના મોત માટે કોર્ટે આ પાંચ લોકોને જવાબદાર ઠેરવ્યા છે.

ગત માર્ચ મહિનામાં આ મૃત્યુને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પછી સ્વાસ્થ્ય મંત્રી નાથીર ઓબેદતે પણ રાજીનામું આપવું પડ્યું હતું.

આ મામલે સરકાર સામે લોકોનો રોષ પણ ચરમસીમાએ હતો. લોકોએ સરકારને હટાવવા માટે ખુલ્લેઆમ વિરોધ પણ કર્યો, ત્યારબાદ સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

(5:27 pm IST)