Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં રહેતા 2 હજારથી વધારે ભારતીયોના મોત થયા હોવાનો ખુલાસોઃ 2019માં 1100 ભારતીયનાં અકસ્માતે મોત થયાં હતાં, 2020માં આ સંખ્યા 838 હતી અને 2021માં 446નો આંકડો નોંધાયો હતો તેની સામે કોવિડના જીવ ગુમાવનાર ભારતીયોની સંખ્યા 4048

આ માહિતી લોકસભા પ્રશ્નોત્તરી દરમિયાન વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી

નવી દિલ્હી: છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં રહેતા 2 હજારથી વધારે ભારતીયોના મોત થયા હોવાનો ખુલાસો સામે આવ્યો છે. 2019માં 1100 ભારતીયનાં અકસ્માતે મોત થયાં હતાં, 2020માં આ સંખ્યા 838 હતી અને 2021માં 446નો આંકડો નોંધાયો હતો. એની સામે કોવિડના જીવ ગુમાવનાર ભારતીયોની સંખ્યા 4048 છે. આ માહિતી લોકસભા પ્રશ્નોત્તરી દરમિયાન વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી છે.

કોવિડ ઉપરાંત અકસ્માતના કારણે વિદેશી ધરતી પર મૃત્યુ પામનારા ભારતીયોની સંખ્યા સૌથી વધુ સઉદી અરબ, યૂએઇ અને કુવૈતમાં નોંધાઈ છે. ભારતીયોના અભ્યાસ અને નોકરી માટેના પસંદગીના દેશો પૈકી યૂએઇમાં અકસ્માત અને કોવિડ મોત મામલા વધારે નોંધાયા છે. પરંતુ કેનેડામાં અકસ્માતે 41 અને કોવિડના કારણે માત્ર 2 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં અકસ્માતથી 21 ભારતીયોના મોત થયા છે પરંતુ કોવિડના કારણે એક પણનું મોત થયું નથી. ચીનમાં પણ કોવિડથી જીવ ગુમાવનાર ભારતીયની સંખ્યા શૂન્ય છે. અહીં અકસ્માતે 5નાં મોત થયા છે.

દેશ                  કોવિડથી મૃત્યુ             3 વર્ષમાં અકસ્માતે મોત

સાઉદી અરબ   1154                            683

યુએઇ               894                              370

કુવૈત                668                              195

ઓમાન            551                              94

બહરીન            200                              44

કતાર               109                              60

નેપાળ             43                                227

ફિલિપિન્સ        5                                  153

મલેશિયા          21                                76

સિંગાપોર          2                                  55

કુલ                   4048                            2384

વિદેશની ધરતી પર અકસ્માતે જીવ ગુમાવનાર 468 ભારતીયોના પરિવારને આર્થિક સહાય કે ન્યાય નથી મળ્યો. આ યાદીમાં 13 દેશનો સમાવેશ થાય છે જે પૈકી સૌથી વધુ કેસ કુવૈતમાં 142 છે. ઓમાનમાં 127 કેસ છે અને સઉદી અરબમાં 85 કેસ છે. યૂએઇમાં પણ 24 કેસ પેન્ડિંગ છે. યમન અને દક્ષિણ આફ્રિકામાં પણ એક-એક કેસ પેન્ડિંગ છે.

(5:31 pm IST)