Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કોરોનાથી થયેલા મોત પર વળતર આપવામાં વિલંબ મુદ્દે સુપ્રીમકોર્ટે મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોને લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારને તરત વળતર ચૂકવવાનું શરૂ કરવું જોઈએ.કોર્ટે કામ કરવા માટે મજબૂર કર્યા બાદ જ રાજ્ય સરકારો જાગી અને ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યુ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કોરોનાથી થયેલા મૃત્યુ પર પીડિત પરિવારોને વળતર ન આપવા બદલ રાજ્યોને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોને ફટકાર લગાવતા માનવતાવાદી અભિગમ અપનાવવા કહ્યું. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને વળતર આપવામાં આવ્યું નથી. સાથે જ કહ્યું કે આ હાસ્યાસ્પદ છે અને તેને સ્વીકારી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના સોંગદનામા પર પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે રાજ્ય સરકારને તરત વળતર ચૂકવવાનું શરૂ કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કોર્ટ તરફથી કામ કરવા માટે મજબૂર કર્યા બાદ જ રાજ્ય સરકારો જાગી અને ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યુ. ઉત્તરપ્રદેશમાં 22,000 લોકોના મોત થયા, 16,518 અરજી પ્રાપ્ત થઈ અને 9,372 લોકોને વળતર મળ્યું.

(8:04 pm IST)