Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મદુરાઈમાં આવેલા RSS ના કાર્યાલયમાં મૃતક ગાયનું માથું ફેકવાનો આરોપ : ચાર મુસ્લિમ યુવાનોની ધરપકડ : પોલીસ કસ્ટડી દરમિયાન જુલમ ગુજાર્યો હોવાની ફરિયાદ થતા ચારે આરોપીઓને એક એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો તામિલનાડુ સરકારને હ્યુમન રાઇટ્સ કમિશનનો આદેશ

મદુરાઈ : મદુરાઈમાં આવેલા RSS ના કાર્યાલયમાં મૃતક ગાયનું માથું ફેકવાના આરોપસર ચાર મુસ્લિમ યુવાનોની ધરપકડ કરાઈ છે. પોલીસ કસ્ટડી દરમિયાન તેમના ઉપર જુલમ ગુજરાયો હોવાની ફરિયાદ થતા હ્યુમન રાઇટ્સ કમિશને ચારે આરોપીઓને એક એક લાખ રૂપિયાનું વળતર ચૂકવાનો આદેશ કર્યો છે.

આરોપીઓની ધરપકડ થતા તેમણે આ કૃત્યમાં સામેલ હોવાનું નકાર્યું હતું.. તેમ છતાં તેમને કસ્ટડીમાં લઈ ખાવા પીવાનું પણ આપવામાં આવ્યું નહોતું તથા ત્રાસ ગુજરાયો હતો. તેથી તેમણે ફરિયાદ કરતા ઉપરોક્ત આદેશ કરાયો હતો. જે મુજબ તામિલનાડુ સરકારે એક માસની અંદર  એક એક લાખ ચૂકવવાના રહેશે તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે

(8:29 pm IST)