Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

હૈદરાબાદ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને પુતિન વચ્ચે બેઠક યોજાઈ

પીએમ મોદીએ કહ્યું - કોરોના પછી પણ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફેરફાર થયો નથી, અને બંને દેશોએ એકબીજાને સહયોગ આપ્યો

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતીન ભારતના પ્રવાસે આવ્યા. 21મી ભારતીય રશિયા વાર્ષિક શિખર બેઠક અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી અને પુતિન વચ્ચે બેઠક યોજાઈ. બંને દેશના વડાઓ વચ્ચે હૈદરાબાદ ભવનમાં બેઠકનું આયોજન કરાયુ હતું.

 વ્લાદમિર પુતિન હૈદરાબાદ ભવન પહોંચતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. બંને દેશોના વડા વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ પુતિન સાથેની વાતચીતમાં જણાવ્યું કે- 'કોરોના પછી પણ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફેરફાર થયો નથી, અને બંને દેશોએ એકબીજાને સહયોગ આપ્યો છે'. રશિયાના રાષ્ટ્રપતિ થોડા કલાકો માટે ભારતના પ્રવાસે આવ્યા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિને ભારતની મુલાકાત પર ખુશી વ્યકત કરી હતી

(10:09 pm IST)