Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પાત્રતા ધરાવતા તમામ લોકોને કોવીડ રસીનો બીજો ડોઝ આપનાર હિમાચલ પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય : પીએમ મોદીએ આપ્યા અભિનંદન

પીએમ મોદીએ કહ્યું-ખૂબ-ખૂબ અભિનંદન ,કોવિડ વિરુદ્ધની લડાઈમાં હિમાચલવાસીઓએ સમગ્ર દેશની સામે એક અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યુ, લોકોનો આ જ ઉત્સાહ આ લડાઈમાં ન્યૂ ઈન્ડિયાને નવી તાકાત આપશે.

નવી દિલ્હી :  તમામ પાત્રતા ધરાવતા લોકોને કોવિડ રસીનો બીજો ડોઝ આપનાર પ્રથમ રાજ્ય બનવા પર પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ હિમાચલ પ્રદેશમાં તમામ પાત્રતા ધરાવતા લોકોને કોવિડ રસીનો બીજો ડોઝ આપવામાં દેશનું પ્રથમ રાજ્ય બનવા પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા છે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે
“ખૂબ-ખૂબ અભિનંદન @jairamthakurbjp જી. કોવિડ વિરુદ્ધની લડાઈમાં હિમાચલવાસીઓએ સમગ્ર દેશની સામે એક અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યુ છે. લોકોનો આ જ ઉત્સાહ આ લડાઈમાં ન્યૂ ઈન્ડિયાને નવી તાકાત આપશે.

(10:12 pm IST)