Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કાશ્મીરના બંને નેતાઓએ “ઉશ્કેરણીનું રાજકારણ” બંધ કરવું જોઈએ : સંઘના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારે કર્યા આકરા પ્રહાર

જો અબ્દુલ્લાને ભારતમાં ગૂંગળામણ અનુભવે છે, તો તેમણે પોતાની પસંદગીના વિશ્વના અન્ય દેશમાં રહેવા માટે ભારત દેશ છોડી દેવો જોઈએ.

નવી દિલ્હી :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે સોમવારે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા પર તેમની ટિપ્પણી માટે પ્રહારો કર્યા હતા કે જમ્મુ અને કાશ્મીરના લોકોએ 370 કલમની પુન પ્રાપ્તિ માટે આંદોલનકારી ખેડૂતોની જેમ’ ‘બલિદાન’ આપવું પડશે. તેમના આ નિવેદન બાદ rssના નેતા ઇન્દ્રેશ કુમારે   પલટવાર કરતા કહ્યું કે તેમનું આ નિવેદન દર્શાવે છે કે અબ્દુલ્લા શાંતિ કરતાં વધુ હિંસા પસંદ કરે છે. કુમારે એમ પણ કહ્યું હતું કે જો અબ્દુલ્લાને ભારતમાં ગૂંગળામણ અનુભવે છે, તો તેમણે પોતાની પસંદગીના વિશ્વના અન્ય દેશમાં રહેવા માટે ભારત  દેશ છોડી દેવો જોઈએ.

આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે પણ પીડીપીના વડા મહેબૂબા મુફ્તીની રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રશાસિત પ્રદેશના લોકોના કથિત દમન સામે વિરોધ કરવા બદલ ટીકા કરી હતી અને કહ્યું હતું કે “જૂઠ બોલવું તેમના માટે એક ફેશન બની ગયું છે”. તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના બંને નેતાઓએ “ઉશ્કેરણીનું રાજકારણ” બંધ કરવું જોઈએ અને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં અવરોધ બનવું જોઈએ નહીં . અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં અબ્દુલ્લાની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા કુમારે કહ્યું, “તેમનું નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે તે હિંસા ચાહે છે અને શાંતિને નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટીના સ્થાપક શેખ મોહમ્મદ અબ્દુલ્લાની 116મી જન્મજયંતિ નિમિત્તે નસીમબાગમાં તેમની સમાધિ પર એક સભાને સંબોધતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, “11 મહિનામાં, 700 ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા. ખેડૂતોના બલિદાન પર કેન્દ્ર સરકારે 11 મહિનામાં 700 ખેડૂતોના જીવ ગુમાવ્યા. ત્રણ એગ્રીકલ્ચર બિલ પસાર કરવા માટે. અમારે અમારા હકો પાછા મેળવવા માટે આ પ્રકારનો બલિદાન આપવો પડી શકે છે

(11:31 pm IST)