Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પોતાને ‘પયગંબર' જણાવતા શખ્‍સની ધરપકડઃ ૨૦ મહિલાઓ સાથે લગ્ન કર્યા

સેમ્‍યુઅલે ઓછામાં ઓછી ૨૦ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે કે જેમાં એક સગીરા પણ છેઃ જેની ઉંમર ૧૫ વર્ષ કરતા પણ ઓછી છે

વોશિંગ્‍ટન,તા.૬: અમેરિકામાં પોતાને પયગંબર જણાવતા વ્‍યક્‍તિએ ૨૦ મહિલાઓ સાથે લગ્ન કર્યા હોવાનો ખુલાસો કર્યો છે. આ પત્‍નીઓમાં એક પત્‍નીની ઉંમર તો માત્ર ૯ વર્ષ છે! અમેરિકાની એફબીઆઈએ ખુલાસો કર્યો છે કે ૨૦ પત્‍નીઓમાં એક તેની દીકરી હોવાનું પણ જાણવા મળે છે. આરોપીનું નામ સેમ્‍યુઅલ રપ્‍પીલી બેટેમેન છે.

અમેરિકાની એફબીઆઈના જણાવ્‍યા મુજબ, વર્ષ ૨૦૧૯માં ૫૦ લોકોના નાનકડા ગ્રુપનું નિયંત્રણ પોતાના હાથમાં લીધા પછી સેમ્‍યુઅલે કહ્યું કે તે પયગંબર છે. તેમજ તેણે પોતાની સગીર દીકરી સાથે લગ્નની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી. જાણકારી મુજબ, સેમ્‍યુઅલે ઓછામાં ઓછી ૨૦ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે કે જેમાં એક સગીરા પણ છે. જેની ઉંમર ૧૫ વર્ષ કરતા પણ ઓછી છે. કેટલીક યુવતીઓને ચાઈલ્‍ડ સેક્‍સ ટ્રાફિકિંગ માટે મજબૂર કરવામાં આવી. એફબીઆઈના ડોક્‍યુમેન્‍ટ્‍સમાં એવું પણ જણાવાયું છે કે સેમ્‍યુઅલે તેના ૩ શિષ્‍યને એવું કહ્યું કે મારી હાજરીમાં દીકરી સાથે સેક્‍સ માણો!

સેમ્‍યુઅલે દાવો કર્યો છે કે આ યુવતીઓએ ઈશ્વર માટે પોતાના પુણ્‍યનો ત્‍યાગ કર્યો છે. ઈશ્વર તેઓના શરીરને ફરી ઠીક કરશે. સેમ્‍યુઅલ નામના આ દૈત્‍ય વિશે સપ્‍ટેમ્‍બરમાં ત્‍યારે ખુલાસો થયો કે જયારે તેની સ્‍થાનિક પોલીસે ધરપકડ કરી. સેમ્‍યુઅલ ઓછી ઉંમરની છોકરીઓને ટ્રેલરમાં એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ મોકલી રહ્યો હતો. ત્‍યારે, આ ટ્રેલરમાં બંધ યુવતીઓએ કોઈરીતે બહાર નીકળીને ઈશારો કર્યો જે પોલીસે જોઈ લીધો. ત્‍યારબાદ આ યુવતીઓને તે ટ્રેલરમાંથી બહાર નીકાળવામાં આવી.

સેમ્‍યુઅલની એસયુવી ગાડીમાં ૨ મહિલાઓ અને ૨ યુવતીઓ મળી કે જેની ઉંમર ૧૫ વર્ષ હતી. આ સિવાય તે ટ્રેલરમાંથી ૩ યુવતીઓ મળી. આ તમામની ઉંમર ૧૧થી ૧૪ વર્ષની વચ્‍ચે છે. આ યુવતીઓ સાથે ખરાબ વર્તન કરનાર સેમ્‍યુઅલની ધરપકડ કરવામાં આવી. તેની વિરુદ્ધ બાળકો સાથે યૌનશોષણનો કેસ દાખલ કરવામાં આવ્‍યો છે. બાદમાં જયારે તેને જામીન મળ્‍યા ત્‍યારે તે પુરાવા નષ્ટ કરવા લાગ્‍યો. તેની ફરી ધરપકડ કરવામાં આવી. એફબીઆઈ હવે આરોપી વિરુદ્ધ સતત રેડ પાડી રહી છે.

(11:03 am IST)