Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ભવિષ્‍યમાં હાર્ટ-અટેક આવશે કે નહીં એવું માત્ર એક એક્‍સ-રેની મદદથી જાણી શકાશે

સમાચાર ચિત્ર-વિચિત્ર : કસરત કરવા છતાં પણ જેમનો કોલેસ્‍ટરોલ ઓછો થતો ન હોય એવા દર્દીઓને સ્‍ટેટિન થેરપી ચાલુ કરવામાં આવે છે

નવી દિલ્‍હી,તા. ૬ : હૃદયરોગને કારણે વિશ્વમાં દર વર્ષે ૧.૮૦ કરોડ લોકો મરણ પામતા હોય છે. તાજેતરમાં સંશોધકોએ એક એવું મશીન વિકસાવ્‍યું છે કે એમાં માત્ર છાતીના એક એક્‍સરેથી જે-તે વ્‍યક્‍તિને ૧૦ વર્ષમાં હાર્ટ-અટેકથી મરણની સંભાવનાની આગાહી કરે છે. આ ટેક્‍નોલોજીને સીએક્‍સઆર-સીવીડી તરીકે ઓળખવામાં આવે છે, જેને અમેરિકાની નેશનલ કેન્‍સર ઇન્‍સ્‍ટિટ્‍યૂટ દ્વારા તૈયાર કરાઈ છે.

એમાં ૧૧,૪૩૦ જેટલા દરદીઓના છાતીઓના એક્‍સ-રેના આધારે અમુકને સ્‍ટેટિન થેરપી ચાલુ કરવામાં આવી હતી. કસરત કરવા છતાં પણ જેમનો કોલેસ્‍ટરોલ ઓછો થતો ન હોય એવા દરદીઓને સ્‍ટેટિન થેરપી ચાલુ કરવામાં આવે છે. એક્‍સ-રે ફોટોને સમજવા માટે આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આ ટેક્‍નોલોજીને કારણે દરદીઓને વહેલી તકે સ્‍ટેટિન થેરપી આપી શકાય છે.

(11:06 am IST)