Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પોપટી રંગના કુરતા પર પહેરેલી મોદીની આ શાલની કિંમત જાણો છો?

શાલ કાની જમાવર પશ્‍મીના તરીકે ઓળખાય છે : એક શાલ બનાવવા માટે આશરે ૬ મહિનાનો સમય લાગે છે

નવી દિલ્‍હી,તા. ૬ : બીજા તબક્કાના મતદાનમાં દેશના વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ મતદાન કર્યું. પણ એ પહેલાં તેમણે ગાંધીનગર ખાતેના નિવાસસ્‍થાને જઈને માતા હીરાબાની મુલાકાત લીધી. જોકે, દર થોડા સમયે મોદી હીરાબાની મુલાકાત લેતાં હોય છે, એટલે એમાં ખાસ કંઈ નવાઈની વાત નથી. પણ આ વખતની મુલાકાત વધુ ચર્ચામાં રહી છે અને તેનું કારણ છે મોદીજીએ પહેરેલી શાલ અને આ શાલની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.

એક લાખ રૂપિયાથી પણ વધુ મોંઘી છે આ શાલ. રાજકીય વર્તુળમાં નરેન્‍દ્રભાઇ મોદી માત્ર વડા પ્રધાન, એક નેતા તરીકે નહીં પણ સ્‍ટાઈલ આઈકોન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી વખત તેઓ અલગ અલગ લૂકને કારણે ચર્ચામાં આવતા જ હોય છે. ગુજરાત ચૂંટણીની પાર્શ્રભૂમિને ધ્‍યાનમાં લઈને મોદીજી માતા હીરાબાની મુલાકાત લીધી હતી અને આ  દરમિયાનના તેમના લૂકે લોકોનું ધ્‍યાન ખેંચ્‍યુ હતું અને તેમાં પણ તેમણે પહેરેલી શાલ એ આ લૂક પર ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. પોપટી રંગના કુરતા-પાયજામા પર તેમણે પહેરેલી શાલની કિંમત રૂ. ૧,૩૪,૦૧૭.૫૪ જેટલી છે. કિંમતની સાથે સાથે આ શાલની વિશેષતા વિશે વાત કરીએ તો આ શાલ કાની જમાવર પશ્‍મીના તરીકે ઓળખાય છે. કાશ્‍મીરમાં બનાવવામાં આવતી આ શાલની કાની કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. ૭૦થી વધુ લાકડાની સોયનો ઉપયોગ કરીને આ શાલ તૈયાર કરવામાં આવી છે અને એક શાલ બનાવવા માટે આશરે ૬ મહિનાનો સમય લાગે છે.

(11:14 am IST)