Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

આજે આપણે જે કંઈ પણ છીએ તે તેમના વિઝનને કારણે છે: દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે ડૉ બીઆર આંબેડકરને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી : ભારતીય બંધારણના ઘડવૈયા ગણાવ્યા

ન્યુદિલ્હી :ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે મંગળવારે ડૉ. ભીમ રાવ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી અને તેમને ભારતીય બંધારણના ઘડવૈયા ગણાવ્યા હતા.

6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ અથવા ડૉ બી.આર. આંબેડકરની પુણ્યતિથિ તરીકે મનાવવામાં આવે છે તેમનું 1956માં અવસાન થયું હતું.

CJI ચંદ્રચુડે, જસ્ટિસ બીઆર ગવઈ સાથે, સવારે 10:10 વાગ્યે સુપ્રીમ કોર્ટની લાઇબ્રેરીમાં ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી, કોર્ટની કાર્યવાહી સવારે 10:30 વાગ્યે શરૂ થાય તે પહેલાં શ્રદ્ધાંજલિ આપી હતી.

"અહીં આવીને મને ખૂબ જ આનંદ થયો છે. અંગત રીતે, મને ડૉ. આંબેડકર માટે ખૂબ જ સમ્માન છે, જેઓ આપણા બંધારણના ઘડવૈયા છે. આજે આપણે જે કંઈ પણ છીએ તે તેમના વિઝનના કારણે છીએ."
 

6 ડિસેમ્બરને "મહાપરિનિર્વાણ દિવસ" અથવા ડૉ. આંબેડકરની પુણ્યતિથિ તરીકે મનાવવામાં આવે છે, જેમનું 1956માં અવસાન થયું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:52 pm IST)