Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સેન્સેક્સમાં ૨૦૮ અને નિફ્ટીમાં ૫૮ પોઈન્ટનો કડાકો થયો

વૈશ્વિક બજારોમાં નબળા વલણ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની અસરઃટાટા સ્ટીલ, ડૉ. રેડ્ડીઝ, ઈન્ફોસિસ, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ અને મારુતિ ટોપ લુઝર્સ

મુંબઈ, તા.૬: વૈશ્વિક બજારોમાં નબળા વલણ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે મંગળવારે બેન્ચમાર્ક સૂચકાંકો નુકસાન સાથે બંધ થયા હતા. ૩૦ શેરો ધરાવતો બીએસઈ બેન્ચમાર્ક ૨૦૮.૨૪ પોઈન્ટ અથવા ૦.૩૩ ટકા ઘટીને ૬૨,૬૨૬.૩૬ પર બંધ થયો હતો. દિવસના કારોબાર દરમિયાન તે ૪૪૪.૫૩ પોઈન્ટ અથવા ૦.૭૦ ટકા ઘટીને ૬૨,૩૯૦.૦૭ પર આવી ગયો હતો. તે જ સમયે, એનએસઈ નિફ્ટી ૫૮.૩૦ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકાના ઘટાડા સાથે ૧૮,૬૪૨.૭૫ પર બંધ થયો હતો.

મંગળવારની શરૃઆત પણ શેરબજારમાં ઘટાડા સાથે થઈ હતી. બીએસઈ સેન્સેક્સ ૨૪૪ પોઈન્ટ્સ અથવા ૦.૪૦ ટકા ઘટીને ૬૦,૫૯૦ પર અને એનએસઈ નિફ્ટી ૮૧ પોઈન્ટ્સ અથવા ૦.૪૩ ટકા ઘટીને ૧૮,૬૧૬ પર ટ્રેડ કરી રહ્યો હતો.

સેન્સેક્સ પેકમાં ટાટા સ્ટીલ, ડૉ. રેડ્ડીઝ, ઈન્ફોસિસ, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ અને મારુતિ ટોપ લુઝર્સમાં હતા. જ્યારે, હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ અને નેસ્લે ટોપ ગેનર્સમાં હતા.

અન્ય એશિયન બજારોમાં, સિઓલ અને હોંગકોંગ નુકસાન સાથે બંધ થયા, જ્યારે ટોક્યો અને શાંઘાઈ લીલા રંગમાં બંધ થયા. યુરોપમાં ઇક્વિટી એક્સચેન્જો બપોરના વેપારમાં નીચા વેપાર કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ સોમવારે નકારાત્મક પ્રદેશમાં બંધ છે. આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૮ ટકા વધીને ૮૩.૨૪ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈએસ) એ સોમવારે રૃ. ૧,૧૩૯.૦૭ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, એમ એક્સચેન્જ ડેટા અનુસાર જાણવા મળ્યું હતું.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં મંગળવારે રૃપિયો યુએસ ડોલર સામે ૭૬ પૈસા સુધરીને ૮૨.૬૧ પર બંધ થયો હતો.

 

 

(7:06 pm IST)