Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

મુંબઈ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર આવ્‍યો ધમકીભર્યો ફોન

ધમકીભર્યા કોલ મળ્‍યા બાદ મુંબઈ પોલીસ સહિત અન્‍ય એજન્‍સીઓને એલર્ટ

 

 

મુંબઈ,તા. ૭ : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ધમકીભર્યો ફોન આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ કોલ મોડી રાત્રે આતંકી સંગઠન ઈન્‍ડિયન મુજાહિદ્દીનના નામે આવ્‍યો હતો. ધમકીભર્યા કોલ મળ્‍યા બાદ મુંબઈ પોલીસ સહિત અન્‍ય એજન્‍સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ સોમવારે રાત્રે લગભગ ૧૦ વાગ્‍યે એરપોર્ટ પર ધમકીભર્યો કોલ આવ્‍યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ઈરફાન અહેમદ શેખ તરીકે અને ઈન્‍ડિયન મુજાહિદ્દીનના સભ્‍ય તરીકે આપી હતી.

ધમકી આપનાર ફોન કરનારે પોતાનો પરિચય આપ્‍યા બાદ કોડ વર્ડનો ઉપયોગ કરીને શંકાસ્‍પદ વાત કરવાનું ચાલુ રાખ્‍યું હતું. જે બાદ મુંબઈ પોલીસને આ માહિતી આપવામાં આવી હતી. માહિતી મળ્‍યા પછી, એરપોર્ટની તમામ એજન્‍સીઓને એલર્ટ કરવામાં આવી હતી અને મુંબઈની સહાર પોલીસે આઈપીસીની કલમ ૫૦૫(૧) હેઠળ અજાણ્‍યા વ્‍યક્‍તિ વિરુદ્ધ કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

(3:59 pm IST)