Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વડાપ્રધાન મોદીનો અદાણી સાથે શું સંબંધ છે ? : રાહુલનો સવાલ

અદાણી વિવાદ પર સંસદમાં રાહુલ ગાંધીએ આપ્‍યું નિવેદન : શું જાદુ થયો કે અદાણી ૬૦૯ નંબરમાંથી ૨ નંબરે પહોંચ્‍યા ?

નવી દિલ્‍હી : કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે સંસદને સંબોધન કરી વડાપ્રધાન મોદી ઉપર સિધો પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્‍યું હતુ કે, વડાપ્રધાન મોદીને ઉદ્યોગપતિ અદાણી સાથે શું સંબંધ છે. રાહુલે લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદી અને ગૌતમ અદાણી સાથેની તસ્‍વીર બતાવી હતી જે મામલે સ્‍પીકર નારાજ થઇ ગયા હતા અને તેમને  કહયું પોસ્‍ટરબાજી બંધ કરો. આ દરમિયાન સંસદમાં રાહુલ ગાંધીએ અદાણી વિવાદ પર કહ્યું કે, અદાણીનું નામ હાલ દરેક જગ્‍યાએ સાંભળવા મળી રહ્યું છે. અદાણી દરેક વેપારમાં કેવી રીતે ઘુસી જાય છે ? અદાણી ૨૦૧૪માં અમીરોની યાદીમાં ૬૦૯ નંબર પર હતા. નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બન્‍યા બાદ જાદુ થયું કે બીજા નંબરે પહોંચી ગયા. અદાણીનો વડાપ્રધાન સાથે શું સબંધ છે ? રાહુલ ગાંધીએ સંસદમાં પોસ્‍ટર દેખાડીને વિરોધ કર્યો. અદાણીને એરપોર્ટના કામનો અનુભવ ન હોવા છતાં તેમને કામ સોંપવામાં આવ્‍યું. રાહુલ ગાંધીના ભાષણ પર લોકસભામાં હોબાળો. અગ્નિવીર યોજનાને અયોગ્‍ય ગણાવી

(4:02 pm IST)