Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર લથડી

સંસદમાંથી રાહુલ ગાંધી લઈને રવાના

નવી દિલ્‍હી,તા. ૭: કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર બગડી છે. સંસદમાં સોનિયા ગાંધીની તબિયત લથડી હોવાની માહિતી મળી રહી છે. જે બાદ સોનિયા ગાંધીને રાહુલ ગાંધી સસંદમાંથી ઘરે લઈ ગયા છે. જયાં તેઓની સારવાર હાથ ધરવામાં આવશે. લોકસભાની કામગીરી પહેલા સોનિયા ગાંધીની ફરી એકવાર તબિયત લથડી છે.

સોનિયા ગાંધીએ ગરમ જેકેટ પહેર્યું હતું, ત્‍યારે સંસદમાં અચાનક બેચેની અનુભવવા લાગ્‍યા હતા . જે બાદ રાહુલ ગાંધી તેમને ઘર તરફ લઈ જવા રવાના થઈ ગયા હતા.  મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આજે સંસદમાં બોલવાના હતા પણ માતાની તબિયત અચાનક ખરાબ થઈ જતા તેઓ તેમને સંસદમાંથી ઘરે લઈ જવા નીકળી ગયા છે. ત્‍યારે રાહુલ સોનિયા ગાંધીને ઘરે ડ્રોપ કરી પાછા આવીને લોકસભામાં બોલશે.

 

(4:08 pm IST)