Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

મેંગ્‍લોરની હોસ્‍ટેલ મેસમાં ફુડ પોઇઝનીંગ

૧૩૭ વિદ્યાર્થીઓને હોસ્‍પિટલમાં કરાયા દાખલ

બેંગ્‍લોરઃ કર્ણાટકના મેંગલોરમાં એક મેડીકલ કોલેજની મેસના ભોજનથી સેંકડો વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. જમ્‍યા પછી વિદ્યાર્થીઓને ફુડ પોઇઝનીંગની તકલીફ થઇ હતી અને તેમણે હોસ્‍પિટલમાં દાખલ કરાવાયા છે. ઘટના મેંગ્‍લોરના શકિતનગર વિસ્‍તારની છે જેમાં એક ખાનગી નર્સીગ અને પેરામેડીકલ કોલેજની મેસમાં ભોજનથી લગભગ ૧૩૭ વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી.

મેંગ્‍લોરના પોલીસ કમિશ્નરે જણાવ્‍યુ કે વિદ્યાર્થીઓ જમ્‍યા પછી ફુડ પોઇઝનીંગ, પેટનો દુઃખાવો, ઝાડા અને ઉલ્‍ટી જેવી તકલીફો શરૂ થઇ ગઇ હતી. આ વિદ્યાર્થીઓને સીટી હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે. જીલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો.અશોકે કહયુ ગભરાવાની જરૂર નથી. બધા વિદ્યાર્થીઓ ખતરાની બહાર છે. દરમ્‍યાન વિદ્યાર્થીઓના પરિવારજનો પણ હોસ્‍પીટલે પહોચવા લાગતા હોસ્‍પીટલની બહાર સેંકડો લોકોની ભીડ જમા થઇ ગઇ હતી.

મળતી માહિતી અનુસાર, બિમાર વિદ્યાર્થીઓને પાંચ હોસ્‍પીટલમાં દાખલ કરાયા છે. એ જે હોસ્‍પીટલમાં પર, કે એમસી જયોતિમાં ૧૮, યુનિટી હોસ્‍પીટલમાં ૧૪, સીટી હોસ્‍પીટલમાં ૮, મંગળ હોસ્‍પીટલમાં ૩ અને એફઆર હોસ્‍પિટલમાં ૨ વિદ્યાર્થીઓ દાખલ છે

(4:19 pm IST)