Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ઉતર કોરીયા વધારશે સૈન્‍ય અભ્‍યાસ

યુધ્‍ધની તૈયારીઓ મજબુત કરવા કીમજોંગ ઉને આપ્‍યા આદેશ

પ્‍યોંગયાંગઃ ઉતરકોરીયાના તાનાશાહ કિમ જોંગ ઉને દેશના સૈન્‍ય અભ્‍યાસનું વિસ્‍તરણ કરવા અને યુધ્‍ધની તૈયારીઓને મજબુત કરવાના આદેશ આપ્‍યા છે. વોશીંગ્‍ટન સાથે વધી રહેલા તણાવને ધ્‍યાનમાં રાખીને કિમ જોંગે આ નિર્ણય લીધો છે.

સમાચાર એજન્‍સી કેસીએનએ કહયુ કે કિમે સતારૂઢ વર્કર્સ પાર્ટીના કેન્‍દ્રીય સૈન્‍ય આયોગની બેઠકની અધ્‍યક્ષતા કરી હતી. આ દરમ્‍યાન કિમે સશષા શકિત પ્રદર્શિત કરવા માટે પ્રોત્‍સાહીત કર્યા

આ બેઠક એવા સમયે થઇ છે, જયારે ઉતર કોરીયા બુધવારે કોરીયન પીપલ્‍સ આર્મીના ૭૫માં સ્‍થાપના દિવસના અવસરે સૈન્‍ય પરેડ આયોજન કરે તેવી આશા છે. રાજધાની પ્‍યોંગયોંગમાં એક વિશાળ સૈન્‍ય પરેડની તૈયારીઓ ચાલી રહી છે. કિમ પોતાના વધતા પરમાણુ હથિયારો અને મિસાઇલ કાર્યક્રમ પ્રદર્શિત કરવા માટે આ કાર્યક્રમનો ઉપયોગ કરી શકે છે, જે અમેરિકા અને એશિયામાં તેના સહયોગીઓ માટે ચિંતા ઉત્‍પન્ન કરી શકે છે.

આ પહેલા ગત સપ્તાહે ઉતર કોરીયાએ સૌથી ભારે પરમાણુ બળ સાથે અમેરિકન સૈન્‍ય પગલાઓનો મુકાબલો કરવાની ધમકી આપી

(4:26 pm IST)