Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

હાઇકોર્ટની ટકોર બાદ રાજ્યમાં કર્ફ્યું અંગે કાલે કેબિનેટની બેઠકમાં લેવાશે નિર્ણય

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઇ પાવર કમિટીની બેઠક યોજાઈ : હાઇકોર્ટે આપેલા નિર્દેશના મુદ્દે થઇ વિસ્તૃત ચર્ચા: આરોગ્ય અને ગૃહ વિભાગના અધિકારીઓ અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ રહ્યા ઉપસ્થિત

 

અમદાવાદ : રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કર્યા બાદ સ્થિતિ મુદ્દે મંથન કરવા માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની  અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થઇ છે હવે કાલે કેબિનેટની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે

  ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે. રાજ્ય સરકારે હાઇકોર્ટના નિર્દેશનો અભ્યાસ શરુ કર્યો છે. એડ્વોકેટ જનરલ સાથે સરકારે ચુકાદાને લઇ ચર્ચા શરૂ કરી છે.

 નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય ખાતાના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં બેઠક કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે યોજાઈ હતી. જેમાં રાજ્યની કોરોના કેસની સ્થિતિ અંગે ચર્ચાઓ કરાઇ હતી અને લોકડાઉન અને કર્ફ્યૂ મુદ્દે પણ મંથન કરવામાં આવેલ હતું .

(9:40 pm IST)