Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 100 અબજ ડૉલરને પાર થતા ટાટા-રિલાયન્સની ક્લબમાં સામેલ

અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જબરજસ્ત તેજી: બીએસઇ પર અદાણી ગ્રુપની કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ 106 અબજ ડૉલરથી પણ વધી ગયુ

મુંબઈ :ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપ નિરંતર નવી ઉંચાઇઓ હાંસલ કરી રહ્યું છે. અદાણી ગ્રુપ હવે ભારતનું ત્રીજું એવું વેપારી સમૂહ બની ગયુ છે જેનું શેર બજારમાં માર્કેટ કેપ 100 અબજ ડૉલરની પાર પહોંચી ગયુ છે. મંગળવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જબરજસ્ત તેજી નજર આવી. જેના કારણે બીએસઇ પર અદાણી ગ્રુપની કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ 106 અબજ ડૉલરથી પણ વધી ગયુ. આમ ભારતમાં અદાણી ગ્રુપ હવે માત્ર ટાટા ગ્રુપ અને રિલાયન્સ ગ્રુપથી જ પાછળ છે.

મંગળવારે વેપારના અંતમાં અદાણી એન્ટરપ્રાઇઝ 7.67 ટકાની તેજી સાથે 1225.55 રૂપિયા પર પહોંચી ગયો. આ સાથે જ તેનું માર્કેટ કેપ 1,34,787.22 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. આ પ્રકારે જ અદાણી ટોટલ ગેસના શેર લગભગ 3.44 ટકાના ઉછાળા સાથે 1204.35 રૂપિયા પર પહોંચી ગયા. અદાણી ગેસનું માર્કેટ કેપ વધીને 1,32,455.63 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ છે.

અદાણી સમૂહની વધુ એક કંપની અદાણી ટ્રાંસમિશન 1.25 ટકાની તેજી સાથે 1109.90 રૂપિયા અને અદાણી પોર્ટ્સ 12.84 ટકાની તેજી સાથે 837.45 રૂપિયા પર પહોંચી ગયો છે. અદાણી પોર્ટ્સનું માર્કેટ કેપ વધીને 1,70,149.05 કરોડ રૂપિયા પર પહોંચી ગયુ છે. આ પ્રકારે અદાણી ટ્રાંસમિશનનું માર્કેટ કેપ વધીને 1,22,067.92 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ.

આ સિવાય અદાણી પાવર લગભગ 4.96 ટકાની તેજી સાતે 98.40 રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જી 2.22 ટકાની તેજી સાથે 1194.55 રૂપિયા પર પહોંચી ગયો છે. અદાણી ગ્રીન એનર્જીનું માર્કેટ કેપ 1,86,829.33 કરોડ રૂપિયા અને અદાણી પાવરનું માર્કેટ કેપ 37,952.28 કરોડ રૂપિયા પર પહોંચી ગયુ છે.

(9:16 am IST)