Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

અમેરિકન વિશેષ દૂત જ્હોન કેરીએ ભારતના કર્યા વખાણ : કહ્યું બહુ ઝડપથી ગરીબી થઇ રહી છે દૂર

સૌરએનર્જીના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ વિશ્વના અન્ય ગતિશીલ વિકસિત અર્થતંત્રોને આગળ વધારવામાં મદદરૂપ થશે

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડેનના વિશેષ દૂત જ્હોન કેરી તેમની ચાર દિવસીય મુલાકાતે જળવાયું  સંબંધિત પ્રશ્નો પર ચર્ચા કરવા ભારત પહોંચ્યા છે. તેઓ તેમના સાત સભ્યોના યુએસ પ્રતિનિધિમંડળ સાથે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરને મળ્યા હતા  જાવડેકરે બેઠકમાં આઠ સભ્યોની ભારતીય પાર્ટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે, જાવડેકરે ટ્વિટ કર્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિના આબોહવા માટેના ખાસ દૂત જોન કેરી સાથે ઉપયોગી વાતચીત થઈ છે. અમે હવામાન નાણાં, સંયુક્ત સંશોધન અને સહયોગ સહિત અનેક બાબતો પર ચર્ચા કરી.

 આ સાથે જ વિશેષ દૂત કેરીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં ભારતની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત એક નોંધપાત્ર પરિવર્તન્ના દોરમાંથી પસાર થઈ રહ્યું છે, જેના હેઠળ લાખો લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. ભારત વૈશ્વિક મંચ પર એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિશ્વના અન્ય દેશોની ભાગીદારીમાં ભારતે લીધેલા નિર્ણયથી આવનારી પેઢીનું તેમનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે.

  ભારતનું વૈશ્વિક નેતૃત્વ વિશ્વમાં કોરોના રસી લાવવા સહિતના અનેક મુદ્દાઓ પર મહત્વનું રહ્યું છે  હું ખાસ કરીને આભારી છું કે ભારત જળવાયું પર ઝડપથી કામ કરી રહ્યું છે. નવીનીકરણીય એનર્જીની જમાવટમાં તમે નિશંકપણે વિશ્વના અગ્રેસર છો. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સૌરએનર્જીના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ વિશ્વના અન્ય ગતિશીલ વિકસિત અર્થતંત્રોને આગળ વધારવામાં મદદરૂપ થશે.

 

(12:34 am IST)