Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોરોનાનો કોહરામ : લોકડાઉન ભણી દેશ !

કોરોનાના વધતા કેસ વચ્ચે અનેક રાજ્યોમાં વીક એન્ડ લોકડાઉન કે અનેક પ્રતિબંધો છે : સવાલ એ છે કે શું ફરી લોકડાઉન ભણી આગળ વધી રહ્યો છે દેશ ? : જમ્મુ-કાશ્મીરમાં સ્કુલ બંધ : દિલ્હીમાં નાઇટ કરફયુ : મહારાષ્ટ્રમાં સ્થિતી ચિંતાજનક : છત્તીસગઢમાં લોકડાઉન : યુપીમાં શાળાઓ બંધ : નવા પ્રતિબંધો : દક્ષિણના રાજ્યમાં પણ વિસ્ફોટ

નવી દિલ્હી,તા. ૭: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધાર ખતરનાક બની રહી છે. કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે બીજી લહેરમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આગામી ચાર સપ્તાહ વધારે કટોકટી ભરેલા બની રહેશે. મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ અંત્યંત ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં શનિ-રવિ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ કેસની સંખ્યા વધવાથી ૨૦ શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજયોમાં પણ પરિસ્થિતિ બગડી રહી છે. તેથી સવાલ થઈ રહ્યો છે કે શું દેશ ફરીથી લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે?

કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. કાશ્મીરમાં ડોકટરો, નર્સ અને અન્ય પેરામેડિકલ સ્ટાફની રજાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. ઉપરાજયપાલ મનોજ સિન્હા રાજયમાં કોરોનાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

દિલ્હીમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ગુરૂવારે રાજય સરકારે નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. નાઈટ કર્ફ્યૂ રાત્રે ૧૦ વાગ્યાથી ૫ વાગ્યા સુધી લાગુ રહેશે. જોકે, આ દરમિયાન જીવન જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને નાઈટ કર્ફ્યૂમાંથી રાહત આપવામાં આવી છે. દિલ્હી સરકારે હાલમાં લોકડાઉનની ના પાડી છે. રાજધાનીમાં લગ્નો, શ્રાદ્ઘ અને અન્ય સમારંભ માટે ગાઈડલાઈન પહેલાથી જ જાહેર કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની ગયો છે. મહારાષ્ટ્રમાં દરરોજ ૫૦,૦૦૦ જેટલા કેસો સામે આવી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ નવા કેસો ૫૦ ટકાથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. ઉદ્ઘવ ઠાકરે સરકારે રાજયમાં વીકેન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂની પણ જાહેરાત કરી છે. જોકે, ઉદ્ઘવ ઠાકરે સરકાર પણ લોકડાઉનના પક્ષમાં નથી. પરંતુ સરકારે કહ્યું છે કે કોરોનાથી પરિસ્થિતિ વધારે વિકટ બનશે તો લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં.

પંજાબમાં દરરોજ ૨૫૦૦થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ રાજયમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી છે. કેન્દ્રની હાઈ લેવલની ટીમો પણ મોનિટરિંગ માટે રાજયના પ્રવાસે છે. રાજયના ૧૧ જિલ્લામાં પહેલાથી જ ૧૦ એપ્રિલ સુધી નાઈટ કફ્ર્યૂ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. સૂત્રોનું માનવામાં આવે તો પંજાબ સરકાર પણ વીકેન્ડ લોકડાઉનના વિકલ્પ અંગે વિચાર કરી રહી છે.

છત્ત્।ીસગઢમાં કોરોનાના વધી રહેલા કેસોએ રાજય સાથે કેન્દ્રની ચિંતાઓ પણ વધી રહી છે. કેન્દ્ર સરકારે રાજયમાં કોરોનાથી અસરગ્રસ્ત જિલ્લામાં હાઈ લેવલની ટીમો મોકલવાનો નિર્ણય કર્યો છે. સોમવારે રાજયમાં કોરોનાના ૭,૦૦૦થી વધારે નવા કેસ નોંધાયા હતા. રાજયમાં દુર્ગ, રાજનાંદગાંવ વગેરે વિસ્તારોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે, રાયપુરમાં પણ નાઈટ કર્ફ્ર્યૂ લગાવવામાં આવ્યો છે.

ઉત્ત્।ર પ્રદેશમાં પણ કોરોનાથી પરિસ્થિત વિકટ બની રહી છે. મંગળવારે રાજયમાં કોરોનાના ૫૯૦૦થી વધારે નવા કેસ નોંધાયા છે અને ૩૦થી વધારે લોકોના મોત થયા છે. કોરોનાની નવી લહેર જોતા યોગી સરકારે નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે. રાજયમાં ૮માં ધોરણ સુધીની સ્કૂલો પણ ૧૧ એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે.

બિહારમાં પણ કોરોનાના વધતા કેસોને જોતા તમામ શૈક્ષણિક સંસ્થાઓને ૧૧ એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે. રાજય સરકારનું કહેવું છે કે કોરોનાને લઈને તે સતત એલર્ટ છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ કહ્યું છે કે હાલમાં રાજયમાં પરિસ્થિતિ એવી નથી કે લોકડાઉન લગાવવામાં આવે.

ચૂંટણી રાજય તામિલનાડુમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે, રાજયના સ્વાસ્થ્ય સચિવ જે રાધાકૃષ્ણનનું કહેવું છે કે ચૂંટણી બાદ લોકડાઉન લગાવવાની અફવાઓ પર લોકો ધ્યાન ન આપે. બીજા ચૂંટણી રાજય કેરળમાં પણ મંગળવારે કોરોનાના ૩,૫૦૦થી વધારે નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં પણ કેસ સતત વધી રહ્યા છે.

(10:13 am IST)