Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કાર પબ્લિક પ્લેસ ગણાય : એકલા ડ્રાઇવિંગ કરતી વખતે પણ માસ્ક પહેરવું ફરજીયાત : માસ્ક એક પ્રકારનું સુરક્ષા કવચ છે : દિલ્હી હાઇકોર્ટ સમક્ષ આવેલી અનેક અરજીઓનો સામુહિક ચુકાદો

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટ સમક્ષ અનેક અરજીઓ આવી હતી.જેમાં પૂછવામાં આવ્યું હતું કે કારમાં એકલા ડ્રાયવિંગ કરતી વખતે માસ્ક પહેરવું ફરજીયાત છે ? .આવી તમામ પિટિશનનો સામુહિક ચુકાદો આપતા નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે કાર પબ્લિક પ્લેસ ગણાય .એકલા ડ્રાઇવિંગ કરતી વખતે પણ માસ્ક પહેરવું ફરજીયાત છે.

નામદાર કોર્ટે વિશેષમાં જણાવ્યા મુજબ માસ્ક એક પ્રકારનું સુરક્ષા કવચ છે . જે પોતાનું તેમજ અન્ય વ્યક્તિઓને પણ કોરોના સંક્રમણથી બચાવે છે.
સિંગલ જજની બેન્ચના ન્યાયાધીશ સુશ્રી પ્રથિભા એમ સિંઘએ માસ્ક પહેર્યા વિના કારમાં એકલા ડ્રાઇવિંગ કરનારાઓને દંડ કરવાની બાબતને પડકાર આપતી અરજીઓનો ઉપરોક્ત સામુહિક  ચુકાદો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અરજદારો માંહેના  એક એડવોકેટ સૌરભ શર્માએ તેમને માસ્ક ન પહેરવા બદલ કરાયેલા 500 રૂપિયાના દંડ સામે 10 લાખ રૂપિયાનું વળતર માગ્યું હતું. તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે. 

(12:36 pm IST)