Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ઓકસફર્ડે બાળકો પર કરાતી ટ્રાયલ રોકી

એસ્ટ્રાજેનેકાની રસીથી લોહીમાં ગઠ્ઠામાં જામવાનો વધ્યો ભય

લંડન,તા. ૭: ઓકસફર્ડ યુનિવર્સિટીએ મંગળવારે કહ્યુ છે કે બાળકો માટે એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસીત કોરોના રસીની ટ્રાયલ રોકી દેવાઇ છે. એવુ માનવામાં આવી રહ્યુ છે. રસીના કારણે વયસ્કોના લોહીમાં ગઠ્ઠા થઇ રહ્યા છે. તેવા સમાચારો આવ્યા પછી આ ટ્રાયલને રોકવામાં આવી છે.

યુનિવર્સિટીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યુ છે કે રસી ટ્રાયલમાં સંપૂર્ણ પણે સુરક્ષિત નથી. લોહીના ગઠ્ઠા બનવાની આશંકાને ધ્યાનમાં રાખીને આભ્યાસ શરૂ કરતા પહેલા તે એમએચઆરકે પાસેથી વધારાના ડેટાની રાહ જોઇ રહી છે.

સ્ટેટમેન્ટમાં કહેવાયુ છે કે માતા-પિતા અને બાળકો ટ્રાયલના શેડ્યુલ ટાઇમ પર આવતા રહે અને જો તેમને કોઇ પ્રશ્નો હોય તો તેઓ ટ્રાયલ સાઇટસ પર પુછી શકે છે. એમએચઆરએ એ સંસ્થા છે જે એસ્ટ્રેજેનેકાના આંકડાઓનું વિશ્લેષણ કરે છે. દુનિયાની કેટલીય આરોગ્ય એજન્સીઓનું ધ્યાન અત્યારે તો એ વાત પર છે કે શું એસ્ટ્રાજેનેકાના ડોઝથી લોહીમાં ગઠ્ઠા થાય છે ? જણાવી દઇએ કે શરૂઆતમાં નોર્વે અને યુરોપમાં એવા કેટલાય બનાવો જોવા મળ્યા જેમાં રસીકરણ પછી વ્યકિતના શરીરમાં લોહીના ગઠ્ઠા બન્યા હતા.

સમાચાર એજન્સી એએફપી અનુસાર, એમએચઆરએ એ ગયા અઠવાડીયે જણાવ્યું હતુ કે બ્રિટનમાં મુકાયેલ કુલ ૧.૮૦ લાખ રસીમાંથી ૩૦ લોકોને લોહીના ગઠ્ઠા થયા હતા. જેમાંથી ૭ બહુ ઘાતક હતા. યુરોપીયન મેડીસીન એજન્સી (ઇએમએ) એ મંગળવારે કહ્યુ કે તે હજુ સુધી કોઇ તારણ પર નથી આવી અને સમીક્ષા હજુ ચાલુ છે. યુરોપીય સંઘના આરોગ્ય કમિશ્નર સ્ટેલા એ કહ્યુ કે એજન્સી આજે મોડી રાત્રી સુધીમાં નિર્ણય લઇ શકે છે. અમે ઇએમએ સાથે સંપર્કમાં છીએ.

(12:40 pm IST)