Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મધ્ય પ્રદેશમાં ૨ દિવસના લોકડાઉન ઉપર વિચાર : વિકટ છે સ્થિતિ : શિવરાજસિંહ

રાજયના તમામ ધર્મગુરૂઓને આગ્રહ કર્યો કે તેઓ લોકોને માસ્ક પહેરવા અને રસી લેવાની અપીલ કરે

ભોપાલ તા. ૭ : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન દીવસની શરુઆત યોગથી કર્યા બાદ તેમણે ધર્મગુરુઓ સાથે ચર્ચા કરી તેમના સૂચનો લીધા. સીએમ શિવરાજ સિંહ ચૌહાને કહ્યું કે મધ્ય પ્રદેશની સ્થિતિને જોતા લોકોને પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવવું પડશે. માસ્ક નહીં લગાડવું સામાજિક ગુનો છે. તેમણે કહ્યું કે લોકડાઉન પર વિચાર કરી શકાય છે. સરકાર પોતાના સ્તર પર તમામ પ્રયાસ કરશે.

સીએમ શિવરાજ અને ધર્મગુરુઓની સામે સ્વાસ્થ્ય વિભાગના એસીએસ મોહમ્મદ સુલેમાને કોરોનાને પહોંચી વળવાની તૈયારીને લઈને પ્રેજન્ટેશન આપ્યું. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે રાજયના તમામ ધર્મગુરુઓને આગ્રહ કર્યો છે કે તમામ ધર્મગુરુઓ લોકોને માસ્ક પહેરવા અને રસી લેવાની અપીલ કરે. તેમણે કહ્યું કે દર્દીઓની સંખ્યાને લઈને ૬ એપ્રિલ સુધી મધ્ય પ્રદેશ દેશના છઠ્ઠા નંબર પર છે. પહેલા નંબર પર મહારાષ્ટ્ર, બીજા પર છતીસગઢ, ત્રીજા પર કર્ણાટક, ચૌથા પર ઉત્ત્।ર પ્રદેશ અને પાંચમાં સ્થાન પર દિલ્હી છે.

સુલેમાને જણાવ્યું કે આ રાજયમાં કોરોનાના ૬૨ ટકા દર્દીઓ હોમ આઈસોલેશન અને ૩૮ ટકા હોસ્પિટલમાં ભરતી છે. તેવી સ્થિતિમાં બેડની ઉપલબ્ધતા પડકારજનક છે. તેમણે જાણકારી આપી કે અમે દરેક દિવસે ૩ લાખ ડોઝ લગાવી શકીએ છીએ. પરંતુ લોકો રસી લેવા નથી આવી રહ્યા. લોકોમાં જાગૃતતાનો અભાવ છે. રસીકરણ માટે જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ૬૦ વર્ષની ઉંમરના ફકત ૩૦ ટકા લોકોને જ રસી લાગી છે. ૭૦ ટકા લોકોએને હજું રસી લગાવવાનું બાકી છે.

સીએમ શિવરાજે મંગળવારે કોરોના સંક્રમણને લઈને ૫૨ જિલ્લાની સમીક્ષા કરી હતી. તેમાં ૨ દીવસના લોકડાઉનનું સૂચન આવ્યું છે. સીએમે કહ્યું તે સરકાર હોટેલના રુમોને હોસ્પિટલ બનાવવા પર વિચાર કરી રહી છે. આ ઉપરાંત સારવાર અને ટેસ્ટિંગની વ્યવસ્થા વધારવા પર ભાર મૂકી રહી છે. એટલું જ નહીં પ્રશાસનની સાથે મળીને જાગૃતકતા અભિયાન ચલાવનારા વોલેન્ટિયર્સની ભરતી શરુ થઈ ગઈ છે.

(3:27 pm IST)