Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

નાસાની મોટી સિધ્ધી : હેલીકોપ્ટર ઇન્જીન્યુટીએ મંગળ ઉપર માઇનસ ૯૦ ડિગ્રીમાં રાત વિતાવી

ફલાઇટ ટેસ્ટની તૈયારીઓ : બ્લેડ્સ અનલોક કરવાની સાથે મોટર-સેંસર ચેક કરાશે

વોશિંગ્ટન,તા. ૭: અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ પરસિવર્રેસ રોવર સાથે મંગળ ગ્રહ ઉપર ગયેલ હેલીકોપ્ટર ઇન્જીન્યુટીએ નવો ઇતિહાસ રચ્યો છે. આ કોઇ બીજા ગ્રહ ઉપર મોકલાયેલ રોટર ક્રાફટ છે. જે મંગળ ઉપર રાત પોતાના દર ઉપર વિતાવી હતી.

મંગળ ઉપર પહોંચ્યા બાદથી જ તે સતત રોવર સાથે જોડાયેલ શનિવારે તેને રોવરથી બહાર લાવીને લાલ ગ્રહની જમીન  ઉપર પગ મૂકેલ. એટલા માટે આ મોટી સફળતા છે કે રાત્રીના સમયે મંગળ ઉપર તાપમાન માઇનસ ૯૦ ડિગ્રી સુધી જતુ રહે છે.

આવનાર તબક્કામાં ઇન્જીન્યુટીની ઉડાન પરિક્ષણ કરાશે. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં હેલીકોપ્ટરની પ્રોજેકટ મેનેજર મીમી ઓન્ગે જણાવેલ કે મંગળ ઉપર ઇન્જીન્યુટીએ એકલી રીતે રાત વિતાવવી મોટી જીત છે. અમે તેના ફલાઇટ ટેસ્ટ માટે ઉત્સાહીત છીએ. તેના રોટર બ્લેડ્સને અનલોક કરાશે. મોટર અને સેન્સર ટેસ્ટ કરાશે. પ્રાયોગીક ઉડાન દરમિયાન હેલીકોપ્ટર થોડુ દુર ફરશે તો મિશન ૯૦ ટકા સફળ રહેશે. અને જો તે લેન્ડ થયા બાદ પણ કામ કરતુ રહ્યુ તો ૪ વધુ ફલાઇટ ટેસ્ટ કરાશે.

મંગળ ઉપર રોટરક્રાફટ ખુબ જ ઉબડ-ખાબડ સપાટી માટે જરૂરી છે. રોટરક્રાફટ ઉડીને ગમે ત્યાં જઇ શકે છે અને હાઇ ડેફીનેશન તસ્વીરો લઇ શકે છે.

(3:28 pm IST)