Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાની બીજી લહેર સૌથી વધુ ખતરનાકઃ બાળકો યુવા-ગર્ભવતી મહિલાઓ બની રહ્યા છે શિકાર

એકસપર્ટની ચેતવણીઃ દિલ્હીમાં સૌથી વધુ પ્રભાવિત

નવી દિલ્હી તા. ૭ :.. કોરોનાની લહેર આ વખતે વધુ ખતરનાક છે તેની ગવાહી દરરોજ આવી રહેલા આંકડા આપી રહ્યા છે. પરંતુ ડોકટરોએ તેની પાછળ અનેક કારણો પણ ગણાવી દિધા છે. દિલ્હીના લોકનાયક હોસ્પિટલના એમ. ડી. ડો. સુરેશકુમારનું કહેવું છે કે આ વખતે સ્વસ્થ થતા લોકોમાં સૌથી વધુ યુવાઓ, બાળકો અને ગર્ભવતી મહિલાઓની છે.

ડો. સુરેશકુમારે જણાવ્યું કે નવી લહેર પહેલાથી વધુ તેજીથી ફેલાય રહી છે ગયા સપ્તાહે ર૦ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થયા હતા હવે આ સંખ્યા ૧૭૦ સુધી પહોંચી સુધી ગઇ છે. દિલ્હીમાં હવે બેડની ડીમાન્ડ વધવા લાગી છે.

ડો. સુરેશે કહયું કે પહેલા જે લોકો કોરોના ની ઝપેટમાં આવી રહ્યા હતાં. તેમાં વધુ પડતા વડીલો હતાં. પરંતુ આ વખતે યુવા, બાળકો, ગર્ભવતી મહિલાઓ છે. જે ચિંતાનો વિષય છે, અમે હોસ્પિટલમાં કોરોના ની આ લહેરથી બચવા અનેક વ્યવસ્થા કરી છે.

દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ તેજીથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે પ૬ હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની સાથે યુપી - કર્ણાટક - પંજાબમાં પણ તેજીથી વધી રહ્યા છે.

(4:12 pm IST)