Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 1337 પોઝિટિવ કેસ, : વધુ 30 લોકોના મોત

શહેરમાં 5,117 નમૂનાઓનું પરીક્ષણ કરાયુ : ચેપનો દર 16.45 ટકા

મુંબઈ : મહારાષ્ટ્રના ઑરંગાબાદ જિલ્લામાં, કોવિડ -19 ના 1,337 નવા કેસો વધીને 91,266 પર પહોંચી ગયા છે, જ્યારે 30 અન્ય લોકો ચેપથી મૃત્યુ પામ્યા છે. એક અધિકારીએ આ વિશે જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે નવા કેસોની માહિતી મંગળવારે મળી હતી. ઇન્ફેક્શનના કારણે 30 લોકોનાં મોત સાથે જિલ્લામાં મોતનો આંકડો વધીને 1,844 પર પહોંચી ગયો છે.

તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઓછામાં ઓછા 74,305 દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાયા છે અને હાલમાં 15,117 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે નવા કેસોમાંથી 4784 શહેરી વિસ્તારના અને 3553 ગ્રામીણ વિસ્તારોના છે. તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલમાં 23 દર્દીઓનાં મોત થયાં, પાંચનું મોત સિવિલ હોસ્પિટલમાં અને બેનું મોત ખાનગી હોસ્પિટલમાં થયું હતું.

અધિકારીએ જણાવ્યું કે મંગળવારે ઑરંગાબાદ શહેરમાં 5,117 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ચેપનો દર 16.45 ટકા છે.

એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ પ્રશાસન દ્વારા શહેરમાં 134 રસીકરણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે અને રસીના 1,54,141 ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યા છે.

(6:05 pm IST)