Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

હું મારા દિવસની શરૂઆત હમેશા મુશ્કેલ કાર્યોથી કરવાનું પસંદ કરું છું:પીએમ મોદી

' પરીક્ષા પર ચર્ચા ' કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું--મુશ્કેલ વિષયો થી ભાગશો નહીં, તેને બદલે પહેલા તેનુ નિરાકરણ લાવવુ જોઈએ

નવી દિલ્હી: મુશ્કેલ વિષયો થી ભાગશો નહીં, તેને બદલે પહેલા તેનુ નિરાકરણ લાવવુ જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ' પરીક્ષા પર ચર્ચા ' કાર્યક્રમમાં  આ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે, 'જ્યારે હું મુખ્યમંત્રી અને ત્યારબાદ હું વડા પ્રધાન બન્યો ત્યારે, હું મારું કાર્ય, અઘરી બાબતોથી જ શરૂ કરું છું.'

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'જ્યારે હું મુખ્યમંત્રી અને ત્યારબાદ હું વડા પ્રધાન બન્યો હતો, ત્યારે મને પણ ઘણુ વાંચવું પડ્યુ હતુ. વ્યક્તિએ ઘણી બધી ચીજો ને સમજવી અને શીખવી પડશે. હું મારા દિવસની શરૂઆત હમેશા અઘરી વસ્તુઓથી કરવાનું પસંદ કરું છું.' તેમણે વધુમાં કહ્યું હતું કે, 'મુશ્કેલ વસ્તુઓ પૂર્ણ કર્યા પછી, સરળ વસ્તુઓ સહજતાથી પૂર્ણ થઈ જાય છે.'

વડા પ્રધાને કહ્યું કે, 'જો તમને કેટલાક વિષયો મુશ્કેલ લાગે છે. તો પણ તે તમારા જીવનમાં કોઈ ઉણપ નથી. તમે ફક્ત ધ્યાનમાં રાખો કે, મુશ્કેલ લગતા વિષયોના અભ્યાસથી દુર ન ભાગો.'

(8:43 pm IST)