Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

લોકોની સરળતા માટે GSTનો ઉદ્દેશ્ય ખતમ થયો છેઃ સુપ્રીમ કોર્ટ

કરદાતા બધા વેપારી કે ઉદ્યોગપતિને દગાકર ના કહી શકે હિમાચલ પ્રદેશ જીએસટીની એક કલમને પડકારતી એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમની મહત્વપૂર્ણ ટિપ્પણ

નવી દિલ્હી, તા. ૭ : દેશમાં જીએસટીને લઇને સુપ્રીમ કોર્ટે સરકારને ઉધડો લીધો છે. જીએસટી લાગુ કરવાની પદ્ધતિ અંગે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશની સંસદની ઇચ્છા હતી કે જીએસટી નાગરિકો માટે સરળ બને, પરંતુ જે રીતે તેને દેશભરમાં લાગુ કરવામાં આવી રહ્યો છે તેનાથી તેનું ઉદ્દેશ્ય ખતમ થઇ રહ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે કરદાતા દરકે વેપારી કે ઉદ્યોગપતિને દગાકર ના કહી શકે.

હિમાચલ પ્રદેશ જીએસટીની એક કલમને પડકારતી એક અરજીની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ વાત કરી છે. હિમાચલ પ્રદેશ જીએસટી એક્ટ ૨૦૧૭ની એ કલમને પડકારવામાં આવી હતી જેમાં કહેવામા આવ્યું હતું કે કોઇ પણ કેસની કાર્યવાહી પેન્ડિંગ રહેવા દરમિયાન અધિકારી ઇચ્છે તો બેંક એકાઉન્ટ સહિત અન્ય સંપતિને જપ્ત કરી શકે છે. સુપ્રીમ કોર્ટે દેશમાં જીએસટી લાગુ કરવાની પદ્ધતિ અંગે નારાજગી દર્શાવી. કોર્ટ કહ્યું કે સંસદે જીએસટીનું જે સ્ટ્રક્ચર અને ઉદ્દેશ્ય નક્કી કર્યો હતો તેનાથી તે ભટકી રહ્યું છે. આજની સુનવણી બાદ નિર્ણયને સુરક્ષિત રાખવામાં આવ્યો છે. કોર્ટ આગળની સુનવણીમાં આ અંગે નિર્ણય કરશે.

(9:56 pm IST)