Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

દિલ્હીમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 5500થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા : 20 લોકોના મોત

મૃત્યુઆંક 11,133 થ; આજે 3363 દર્દીઓ સંક્રમણથી મુક્ત થયા

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ચાલી રહેલ કોરોનાની ચોથી લહેર વચ્ચે બેકાબૂ થતા સંક્રમણને કહેર મચાવ્યો છે. બુધવારે એક દિવસમાં પ્રથમવાર આ વર્ષે સર્વાધિક 5500થી વધુ નવા કેસ સામે આવ્યા અને 20 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં હવે સંક્રમિતોનો કુલ આંકડો વધીને 6.90 લાખને પાર થઈ ગયો છે. આ સાથે પોઝિટિવિટી રેટ પણ વધીને 6 ટકાથી વધી ગયો છે. મંગળવારે રાજધાનીમાં 5100 નવા કેસ સામે આવ્યા હતા.

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી બુધવારે જારી હેલ્થ બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 5506 નવા કેસ આવ્યા અને 20 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક 11,133 થઈ ગયો છે. આજે 3363 દર્દીઓ સંક્રમણથી મુક્ત થયા છે, મંગળવારે આ સંખ્યા 2340 હતી.

સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા 6,90,568 થઈ ગઈ છે. રાજ્યમાં 10048 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.

રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ વધીને 19,455 થઈ ગયા છે. તો અત્યાર સુધી 6,59,980 લોકો આ મહામારીને માત આપી સાજા થયા છે. આ સાથે મૃત્યુઆંક 11133 થઈ ગયો છે.

(11:54 pm IST)