Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

દેશમાં કોરોનાના કેસમાં ભયજનક ઉછાળો : તમામ રેકોર્ડ તોડ્યા : 24 કલાકમાં સર્વાધિક 1.26 લાખથી વધુ કેસ: 684 લોકોના મોત

એક્ટિવ કેસની સંખ્યા 9 લાખને પાર પહોંચી : કુલ મૃત્યુઆંક 1.66.892 થયો

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છેજયારે આજે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વાધિક 1.26.198 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 684 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ  સંખ્યા પણ નવ લાખને પાર પહોંચી છે એક જ દિવસમાં 1.26,198 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.29,25,994 થઇ છે છેલ્લા 24 કલાકમાં 59,110 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.18,48 883 લોકોએ કોરોનાને મહાત આપી છે

 

(12:29 am IST)