Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા મદદ અને સૂચનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્દેશ

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજાઈ : કેન્દ્રીય મંત્રીઓ-ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયેલ બેઠકમાં ગંભીર કોરોનાગ્રસ્ત રાજ્યોની સ્થિતિની સમીક્ષા

નવી દિલ્હી, તા. : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કોરોનાની સ્થિતિ પર ગુરૂવારે વ્યાપક સમીક્ષા બેઠક કરી. દરમિયાન તેમની સાથે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમન, સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, પીયૂષ ગોયલ સહિતઅન્ય મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન દેશના વિભિન્ન રાજ્યો અને જિલ્લામાં કોરોનાથી બગડેલી સ્થિતિની તસવીર પીએમ મોદી સામે રજૂ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીને સમીક્ષા બેઠક દરમિયાન જણાવવામા આવ્યુ કે, દેશમાં સમયે આશરે ૧૨ રાજ્ય એવા છે જ્યાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. સાથે પીએમ મોદીએ તે જિલ્લા વિશે પણ જાણકારી મેળવી જ્યાં સૌથી વધુ કોરોના સંક્રમણના એક્ટિવ કેસ છે.

બેઠક દરમિયાન પ્રધાનમંત્રીને તે જણાવવામાં આવ્યુ કે, કઈ રીતે રાજ્યો તરફથી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી વધારવા પર કામ કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદીએ નિર્દેશ આપ્યા કે રાજ્યોને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે મદદ અને સૂચન આપવામાં આવે.

ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન પીએમ મોદીએ દવાઓની ઉપલબ્ધા પર પણ સમીક્ષા કરી. તેમણે જણાવવામાં આવ્યુ કે, કઈ રીતે કોરોનામાં ઉપયોગી રેમડેસિવિર સહિત અન્ય દવાઓનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે.

સાથે પીએમ મોદીએ આગામી કેટલાક મહિનામાં કરવામાં આવનારા વેક્સિનેશનના સ્વરૂપ અને તે દિશામાં થઈ રહેલા કામની માહિતી મેળવી હતી. તેમને કહેવામાં આવ્યું કે, આશરે ૧૭ કરોડ લાખ વેક્સિન રાજ્યોને સપ્લાઈ થઈ છે. સાથે પીએમ મોદીએ રાજ્યવાર વેક્સિનની બરબાદી પર પણ સમીક્ષા કરી હતી.

(12:00 am IST)