Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ચેતવણી...વધુ પડતુ મીઠુ લેવુ જોખમીઃ દર વર્ષે ૩૦ લાખ લોકોના થાય છે મોત

વૈશ્વીકસ્તરે દર વર્ષે ખરાબ આહાર એટલે કે ખરાબ ડાયટના કારણે ૧૧ મીલીયન લોકોના મોત થાય છે : વધુ પ્રમાણમાં મીઠાના ઉપયોગથી બીપી વધે છે અને હૃદયરોગ તથા સ્ટ્રોક આવી શકે છે

નવી દિલ્હી, તા. ૭ :. ખાવા-પીવાની ચીજોમાં મીઠાના વધુ ઉપયોગને કારણે હૃદયરોગ અને સ્ટ્રોકનું પ્રમાણ વધી રહ્યુ છે. ડબલ્યુએચઓએ ખાવામાં સોડીયમ સામગ્રીના સીમીત ઉપયોગને લઈને નવા દિશાનિર્દેશો જારી કર્યા છે. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર વૈશ્વિકસ્તર પર અનુમાનિત ૧૧ મીલીયન મોત દર વર્ષે ખરાબ આહાર એટલે કે ખરાબ ડાયટના કારણે થાય છે. આમાથી ૩ મીલીયન એટલે કે ૩૦ લાખ લોકોના મોત ભોજનમાં સોડીયમ એટલે કે મીઠાના વધુ પ્રમાણને કારણે થતા હોય છે.

ડબલ્યુએચઓએ જણાવ્યુ છે કે અનેક અમીર દેશ અને મોટાભાગે ઓછી આવકવાળા દેશો તૈયાર સામગ્રી એટલે કે મેન્યુફેકચર્ડ ફુડનો પ્રયોગ કરે છે. જેમ કે બ્રેડ, સેરીયલ, પ્રોસેસ્ડ મીટ અને ચીજો જેમ કે ડેરી પ્રોડકટ. જેમા વધુ માત્રામાં સોડીયમનો ઉપયોગ થતો હોય છે. સંસ્થાનુ કહેવુ છે કે ઓછુ મીઠુ લેવુ જોઈએ અને લોકોએ યોગ્ય ભોજનના વિકલ્પ માટે નીતિ બનાવવી જોઈએ.

સંસ્થાએ કહ્યુ છે કે ખાદ્ય અને તૈયાર પીણા ઉદ્યોગે પ્રોસેસ્ડ ફુડમા સોડીયમના સ્તરને ઓછુ કરવુ પડશે. ખાવાપીવાની ૬૪ ચીજો માટે સંસ્થાએ નવો બેન્ચમાર્ક તૈયાર કર્યો છે.  પ્રતિ ૧૦૦ ગ્રામ બટેટાની ચીપ્સમાં ૫૦૦ મીલીગ્રામ સોડીયમ હોવુ જોઈએ. બેન્ચમાર્ક અનુસાર પાઈઝ અને પેસ્ટ્રીમાં ૧૨૦ મીલીગ્રામ અને મીટમાં ૩૬૦ મીલીગ્રામ સોડીયમ હોવુ જોઈએ. ખાવામાં વધુ મીઠુ લેવાથી બ્લડપ્રેશર વધે છે અને હૃદયરોગનો ખતરો વધે છે.  ડબલ્યુએચઓનું કહેવુ છે કે લોકોએ રોજ ૫ ગ્રામથી ઓછુ મીઠુ લેવુ જોઈએ

(11:03 am IST)