Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ર૦ર૦માં ૧પ.પ કરોડ લોકો ગંભીર ભુખમરાનો શિકાર બન્યાં હતાઃUN

ભુખથી મોત ન મળે તે માટે ૧.૩૩ લાખ લોકોને અનાજની જરૂર હતી

યુનાઇટેડ તા. ૭ : ર૦ર૦માં ઓછામાં ઓછા ૧પ.પ કરોડ લોકોને તીવ્ર ભુખમરાનો સામનો કરવો પડયો હતો. જેમાં ૧,૩૩,૦૦૦ લોકોને તો ભૂખમરાથી થતા મોતથી બચાવવા તાત્કાલિક અન્નની જરૂર હતી. ર૦ર૧ નુ ચિત્ર પણ આટલું જ અથવા વધુ ખરાબ છે. એવો અહેવાલ બુધવારે ૧૬ સંસ્થાએ જારી કર્યો હતો.

અહેવાલમાં એવા પપ દેશના આવરી લેવાયા છે, જે અત્યારે ખાધાન્ન સહિતની સહાયનો ૯૭ કા હિસ્સો મેળવી રહ્યા છે. મહામારીને પગલે ર૦ર૦માં વિશ્વના વિવિધ વિસ્તારોમાં લાંબા ચાલેલા ઘર્ષણને કારણે ખાધાન્નની ગંભીર સમસ્યા ઉભી થઇ હતી. ૧પ.પ કરોડ લોકોને ખાધાન્નની જરૂરિયાત માટે કટોકટી ઇમરજન્સી અથવા દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.

ઉલ્લેખનીય છે કે, ર૦૧૯ ની તુલનામાં ભુખમરાની સમસ્યા વેઠનારા લોકોની સંખ્યામાં લગભગ બે કરોડ લોકોનો ઉમેરો થયો હતો.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર ભુખમરાની સમસ્યા વેઠનારા લગભગ ૬૬ ટકા લોકો ૧૦ દેશમાં હતા. જેમાં કોંગો, યમન, અફઘાનિસ્તાન, સિરિયા, સુદાન, ઉત્તર નાઇજિરિયા, ઇથિયોપિયા, દક્ષિણ સુદાન, ઝિમ્બાબ્વે અને હાઇતીનો સમાવેશ થાયછે.ભુખમારાને કારણે પોતાનું જોખમ ધરાવતા ૧,૩૩,૦૦૦ લોકોમાં બુરીકના ફાસો, દક્ષિણ સુદાન અને યમનના લોકો સામેલ છે. સંયુકત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેસે ખાધાન્નની કટોકટી અંગેના ૩૦૭ પાનાના વૈશ્વિક અહેવાલની પ્રસ્તાવનામા લખ્યું હતું. કે, 'ખધાન્નની વ્યાપક અસુરક્ષાનો સામનો કરી રહેલા તેમજ તાત્કાલિક ખોરાક, પોષણ અનેગુજરાન ચલવવા સહાયની જરૂરિયાતવાળા લોકોની સંખ્યા વધી રહી છે.' વર્લ્ડફુડ પ્રોગ્રામના ચીફ ઇકોનોમિસ્ટે પાંચમો વાર્ષિક અહેવાલ જારી કરતા જણાવ્યું હતું કે, ર૧મી સદીમાં દુષ્કાળ અને ભુખમરા માટે કોઇ સ્થાન નથી આપણે સમસ્યાના ઉકેલ માટેભુખમરા અને ઘર્ષણ બન્નેનું સાથેસમાધાન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ આપણે ઘર્ષણનુ રાજકીય સમાધાન નહી શોધીએ ત્યાંસુધી રોજિંદા જીવનનિર્વાહ માટે પણ સહાયની જરૂરીયાતવાળા લોકોની સંખ્યા વધશે.

(11:43 am IST)