Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

તીરકામઠા વેચતા પિતાની પુત્રી બની દેશની પહેલી મહિલા આદિવાસી આઇએએસ ઓફીસર

આદિવાસી સમાજનું નામ રોશન કર્યું : શ્રીધન્યા નાનપણથી જ ખુબ હોશીયાર હતા, કલેકટરે પ્રેરણા આપતા યુપીએસસી પરીક્ષા પાસ કરી, ઇન્ટરવ્યુ માટે દિલ્હી જવા રૂપિયા પણ ન હતા

નવી દિલ્હીઃ કેરળનો એેક જીલ્લો છે. વાયનાડ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ જીલ્લાના સાંસદ છે. આ જીલ્લામાં ઘણી સુંદર સુંદર મસ્જીદો છે. અહિં ગ્રામીણ વસ્તી વધારે છે અને જીલ્લાની આજુબાજુ આવેલા જંગલો પોતાના કુદરતી સોંદર્ય માટે બહુ પ્રખ્યાત છે. વાયનાડને એક આદિવાસી વિસ્તાર ગણવામાં આવે છે. ઘણા આદિવાસી મજુરો નાના-મોટા વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

આજે આપણે વાત કરવાની છે. એક એવી દિકરીને જે આ આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને તેણે પોતાની મહેનત અને બહુમુખી પ્રતિભાથી પોતાના માતા પિતાનું મસ્તક ઉંચુ કરી દીધુ છે અહિંના કેટલાય બાળકો પોતાના મા-બાપ સાથે રહીને ટોપલી, હથીયાર બનાવવામાં મદદ કરે છે પણ મજુરની પુત્રી શ્રીધન્યા સુરેશ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને આકાશને આંબ્યુ છે. કુરૂશીયા સમુદાયની શ્રી ધન્યા સુરેશને કેરળ રાજયની પહેલી આદિવાસી મહિલા આઇએએસ અધિકારી બનવાનું ગૌરવ સાંપડયુ છે. શ્રી ધન્યાના પિતા રોજમદાર મજુર તરીકે સ્થાનીક બજારમાં તીર-કામઠા વેચવાનું પણ કામ કરતા હતા.

તમામ પ્રકારની આર્થીક મુશ્કેલીઓ વચ્ચે નાનપણથી જ હોશીયાર શ્રી ધન્યાએ જુલોજીમાં ગ્રેજયુએશન કયુંર્ હતુ. તેણે કેલીકટ યુનિવસીર્ટીમાંથી પોતાનું પોસ્ટ ગ્રેજયુએશન કર્યું હતુ. અભ્યાસ પુરો કરીને તેણે કેરળ શેડયુઅલ્ડ ટ્રાઇબ ડેવલપમેન્ટ વિભાગમાં કર્લાક તરીકે કામ કર્યું. ત્યારપછી વાયનાડની એક આદિવાસી હોસ્ટેલમાં વોર્ડન તરીકે કામ કર્યું હતુ. એ દરમિયાન તેની મુલાકાત વાયનાડના કલેકટર સાથે થઇ જેમણે તેને યુપીએસસીની પરીક્ષા આપવાની પ્રેરણા આપી. શ્રીધન્યાનું આ પરીક્ષા પછી સીલેકશન થયુ અને મૌખીક ઇન્ટરવ્યુહ માટે તેને દિલ્હી જવાનું હતુ પણ દિલ્હી જવા માટે તેની પાસે પૈસા નહોતા પછી તેના એક મિત્રએ તેને ૪૦,૦૦૦ રૂપિયાની મદદ કરી હતી.

(3:29 pm IST)
  • દવા લીધા પછી તબિયત બગડીઃ પરિવારના ૮ના મોત : છતીસગઢના બિલાસપુરમાં ભારે દર્દનાક ઘટના બની છેઃ એક જ પરિવારના ૮ના મોત થયા છેઃ ૫ ગંભીર છેઃ સીએમઓ કહે છેઃ હોમીયોપેથીક દવા ડ્રોસેરા ૩૦ લીધી હતીઃ જેમાં ૯૧ ટકા આલ્કોહોલ ભેળવેલ હોય છેઃ આ દવા આપનાર ડોકટર ભાગી ગયો છેઃ આ દવા પણ કારણભૂત હોય શકે છેઃ તેમ મનાઈ રહ્યું છે access_time 12:44 pm IST

  • સાબરમતી જેલમાં ૮૧ કેદીઓને કોરોનાઃ પાંચ કેદીઓ હોસ્પિટલમાં દાખલઃ રૂબરૂ મુલાકાત બંધ : અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૮૧ કેદીઓ કોરોના સંક્રમીતઃ કેદીઓના પરિવાર સાથે રૂબરૂ મુલાકાત બંધ કરાવાઇઃ પ કેદી હોસ્પિટલમાં દાખલ, ૭૬ આઇસોલેટ કરાયા access_time 12:44 pm IST

  • ગાંધીનગરમાં પણ આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ થ્રુ રસીકરણ : સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી એક્ઝીબિશન ગ્રાઉન્ડ ખાતે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે કોરોનાની રસી access_time 9:48 pm IST