Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

દિલ્હીને રોજ ૭૦૦ MT ઓકિસજન સપ્લાય કરવો જ પડશે

સુપ્રીમનો કેન્દ્રને કડક આદેશ : આદેશ નહિ માનવા પર સખ્ત કાર્યવાહી થશે

નવી દિલ્હી તા. ૭ : દેશના પાટનગરમાં દિલ્હીમાં ઓકિસજનની અછત હજુ પૂર્ણ થયું નથી. સુપ્રીમ કોર્ટે આજે એક વાર ફરી આ અંગે કડક વલણ અપનાવ્યું છે. જોકે દિલ્હીને ફરી ૭૦૦ એમટીથી ઓછો ઓકિસજન મળ્યો હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફરી ફટકાર લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમને સખ્ત નિર્ણય કરવા પર મજબૂર કરો નહિ.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડે કહ્યું કે, અગાઉ તમે સોગંદનામુ આપ્યું હતું કે ૭૦૦ એમટી ઓકસીજન મળવો જોઇએ, ફકત એક દિવસ માટે જ નહિ... અમને સખ્ત નિર્ણય લેવા મજબુરના કરો. જસ્ટિસ શાહે આ દરમિયાન કહ્યું કે, અમે ગઇકાલે જ કહ્યું હતું કે, દિલ્હીને આવતા આદેશ સુધી રોજ ૭૦૦ એમટી ઓકસીજનની સપ્લાય મળવી જોઇએ. જ્યારે કમિટિની રીપોર્ટ આવશે ત્યારબાદ અમે જોઇશું.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઓકિસજનની અછત અનેક દિવસોથી ચાલી રહી છે. અનેક પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે દિલ્હીને ૭૦૦ એમટી ઓકિસજન આપવામાં આવે. કેન્દ્ર સરકારે કોર્ટને સુચના આપી હતી કે દિલ્હીને ૭૦૦ એમટીથી વધુ ઓકિસજન આપવામાં આવે છે.

(4:20 pm IST)