Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

૧૮ થી ૪૪ વર્ષના વય જુથમાં સૌથી વધુ રસીકરણ ગુજરાતમાં : ર,ર૪,૧૦૯ ડોઝ અપાયા

રાજયમાં કુલ ૧.૧ કરોડ લોકોએ પ્રથમ અને ર૬.૬૯ લાખ લોકોએ બીજો ડોઝ લીધો

રાજકોટ તા. ૭ : દેશમાં તા. ૧ મે થી ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરૂ થયુ છે. ઓનલાઇન નોંધાણીમાં મુશ્કેલી વચ્ચે પણ યુવાઓના રસીકરણમાં ગુજરાત મોખરે રહ્યુ છે. આજે સવાર સુધીમાં ૧૮ થી ૪૪ વર્ષની વચ્ચેના ર,ર૪,૧૦૯ લોકોને રસી અપાઇ ગઇ છે. કુલ ૧.૧ કરોડ લોકોએ રસી લીધી છે. ૩૦ રાજયો -કેન્દ્રશાસીત પ્રદેશોમાં ૧૮ થી ૪૪ વર્ષની વય જુથના ૧૧,૮૦,૭૯૮ લાભાર્થીઓને કોવીડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રાજયોમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ (૩૩૦) આંધ્રપ્રદેશ (૧૬) આસામ રર૦, બિહાર ર૮૪, ચંદીગઢ ર, છતીસગઢ ૧૦ર૬, દિલ્હી ૧,૮૩૬૭૯, ગોવા ૭૪૧, ગુજરાત ર,ર૪,૧૦૯, હરીયાણા ૧,૬૯,૪૦૯, ઝારખ઼ડ ૭૭, કર્ણાટક ૭,૦૬૮, કેરળ રર, લદાખ ૮૬, મધ્યપ્રદેશ ૯,૮ર૩, મહારાષ્ધટ્ર ર,૧પ,ર૭૪, મેઘાલય ર, નાગાલેન્ડ-ર, ઓડીશા ર૮,૩ર૭, પુડુચેરી ૧, પંજાબ ર,૧૮૭, રાજસ્થાન ર,૧૮,૭૯પ, તમીલનાડુ ૮,૪૧૯, તેલંગાણા ૪૪૦, ત્રિપુરા-ર, ઉતરપ્રદેશ ૮૬,૪ર૦, ઉતરાખંડ-૧૭ અને પશ્ચિમ બંગાળ-ર,૭પ૭ છે.

કયા રાજયમાં કેટલા યુવાનોને પ્રથમ ડોઝ?

ગુજરાત :       ર,ર૪,૧૦૯

રાજસ્થાન :     ર,૧૮,૭૯પ

ઉત્તર પ્રદેશ :   ૦૮૬૪ર૦

દિલ્હી :         ૧,૮૬,૬૭૯

જમ્મુ કાશ્મીરઃ   ૦,ર૧,ર૪૯

તામિલનાડુ :    ૦૦૮૪૧૯

મધ્યપ્રદેશ :    ૦૦૯૮ર૪

પંજાબ :        ૦૦ર૧૮૭

(4:29 pm IST)