Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોનામાં માત્ર ફેફસાંમાં તકલીફ નહીં પણ લોહી ગંઠાઈ જવાનું જોખમ પણ વધી શકે છે : નિષ્ણાત

હોસ્પિટલમાં દાખલ કોવિડ -19 દર્દીઓના 14 થી 28 ટકા લોકોએ લોહીના ગંઠાઈ જવાના અહેવાલ

નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને તેના બદલાતા લક્ષણોએ લોકો અને મેડિકલ ફેકલ્ટી માટે પણ પડકાર ઊભા કર્યા છે . તેવા સમયે હવે બદલાતા વેરીએન્ટ અને અસર સાથે કોરોના એ માત્ર એક ફેફસાંનો રોગ નથી રહ્યો પરંતુ તેનાથી પણ ખતરનાક લોહીના ગંઠાઈ જવાનું કારણ પણ બની શકે છે જેને તાત્કાલિક દૂર કરવાની જરૂર પડશે જેથી કેટલાક કિસ્સાઓમાં અંગોને બચાવી શકાય. નિષ્ણાંતોએ એમ કહ્યું છે. વૈશ્વિક સ્તરે હાથ ધરાયેલા સંશોધન સૂચવે છે કે હોસ્પિટલમાં દાખલ કોવિડ -19 દર્દીઓના 14 થી 28 ટકા લોકોએ લોહીના ગંઠાઈ જવાના અહેવાલ આપ્યા છે. જેને ડીપ વેઇન થ્રોમ્બોસિસ (ડીવીટી) કહે છે.

જ્યારે કોરોનાના બીજા દર્દીઓમાં બેથી પાંચ ટકા દર્દીઓમાં ધમની થ્રોમ્બોસિસનો કેસ જોવા મળે છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આ ચેપ ફેફસાંની સાથે રક્તકણો સાથે પણ સંકળાયેલ છે. દિલ્હીના સર ગંગા રામ હોસ્પિટલના વેસલ અને આંતરિક વેસલ સર્જન ડો. અંબરીશ સાત્વિકે જણાવ્યું હતું કે અમે દર અઠવાડિયે સરેરાશ પાંચથી છ આવા કેસ જોતા હોઈએ છીએ. આ કેસ આ અઠવાડિયામાં દરરોજ સામે આવે છે.

દક્ષિણ પશ્ચિમ દ્વારકાના આકાશ હેલ્થકેરમાં હાર્ટ વિભાગના ડો.અમરીશ કુમારે જણાવ્યું હતું કે, કોવિડ -19 ના દર્દીઓમાં લોહી ગંઠાઈ જવાનો એક કેસ સામે આવી રહ્યા છે, જેમને ટાઇપ -2 ડાયાબિટીસ મેલીટસ છે. જોકે ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડીવીટી એ એક ગંભીર સ્થિતિ છે જેમાં શરીરની અંદર રહેલી વેઇનમાં લોહી ગંઠાઈ જાય છે. ધમની થ્રોમ્બોસિસ ધમનીઓમાં ગંઠાઈ જવા સાથે સંકળાયેલું છે.

સાત્વિકે આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્વિટ કરીને Corona ના લોહીના ગંઠવા તરફ લોકોનું અને મેડિકલ ફિલ્ડનું ધ્યાન દોર્યું હતું, જેમાં તેણે કોવિડ -19 થી પીડાતા દર્દીના ધમનીમાં રક્ત ગંઠાઈ ગયાનું એક પીકચર પોસ્ટ કર્યું હતું

(11:31 pm IST)