Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રોહિત-ઈશાનની તોફાની બેટિંગ :મુંબઈ ઈન્ડિયન્સે 178 રનનુ ગુજરાત ટાઇટન્સ સામે રાખ્યુ લક્ષ્ય

મુંબઈ :  IPL 2022 ની 51મી મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.મુંબઈ એ પ્રથમ બેટીંગ કરવા મેદાને ઉતરવુ પડ્યુ હતુ. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને સારી શરુઆત કરાવી હતી. જોકે બાદમાં મુંબઈ સારી શરુઆતનો ફાયદો લઈ શક્યુ નહોતુ. કારણ કે સૂર્યકુમાર અને પોલાર્ડ યોગ્ય યોગદાન આપી શક્યા નહોતા. ટિમ ડેવિડે અંતમાં શાનદાર આક્રમક અણનમ ઈનીંગ રમી હતી. 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને મુંબઈએ 177 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

મુંબઈની ઓપનીંગ જોડીએ સારી રમત દર્શાવી હતી. રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનીંગ કરવા માટે આવ્યા હતા અને તેઓએ શરુઆતથી જ બેટ ખોલીને રમત દર્શાવી હતી. બંનેએ જ્યા મોકો મળે ત્યાં બાઉન્ડરી મેળવવાની તક શોધી નિકાળી હતી. જોકે 74 રનના સ્કોર પર રોહિત શર્માના રુપમાં પ્રથમ વિકેટ મુંબઈએ ગુમાવી હતી. રોહિત શર્માએ 28 બોલમાં 43 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા ફટકાર્યા હતા.

રોહિત બાદ સૂર્યકુમાર બેટીંગ કરવા માટે આવ્યો હતો. પરંતુ ટીમના 99 રનના સ્કોર પર તેણે 13 રન નોંધાવી વિકેટ ગુમાવી હતી. ઈશાન કિશન ત્રીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. તેણે 29 બોલમાં 45 રન નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. કિયરોન પોલાર્ડ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો, તેણે 14 બોલનો સામનો કરીને માત્ર 4 રન નોંધાવ્યા હતા

   
(9:35 pm IST)